આ દુલ્હા-દુલ્હને કર્યા અનોખા લગ્ન, લગ્નમાં ના તો પંડિત હતા કે ના તો મંગળસૂત્ર અને સિંદૂર, જાણો અનોખા લગ્નની કહાની

તમે કયારેય પણ એવું સાંભળ્યુ કે, પંડિત અને મંત્ર વગર જ કોઇના લગ્ન થયા હોય ?  કે પછી દુલ્હનને મંગળસૂત્ર પહેરાવવામાં આવ્યુ ન હોય અને માંગમાં સિંદૂર પણ ભરવામાં આવ્યુ ન હોય… આવો એક હાલમાં કિસ્સો સામે આવ્યો છે, જેમાં દુલ્હા-દુલ્હનને એક તસવીરને સાક્ષી માનીને સાત ફેરા લીધા અને તે બાદ મંગળસૂત્ર કે સિંદુર વગર જ લગ્ન કરી લીધા.

વર-વધુએ બાબા સાહેબ આંબેડકરની તસવીરને સાક્ષી માનીને સાત ફેરા લીધા હતા. તેમણે સંવિધાનની શપથ લઇ લગ્ન કર્યા હતા. વર-વધુએ એકબીજાને માળા પણ પહેરાવી હતી. જે બાદ બંનેએ સંવિધાનની પ્રસ્તાવનાની શપથ લીધી.

આ અનોખા લગ્નનો કિસ્સો મધ્ય પ્રદેશના સીહોરમાંથી સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના સીહોરમાં માલવીય સમાજના ગ્રામ મુલ્લાની દીપક માલવીયના લગ્ન શાજાપુરના લસૂડિયાની રહેવાસી આરતી માલવીય સાથે થયા હતા. આ લગ્નમાં મંત્રોચ્ચારનો અવાજ ન હતો. પરંતુ ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાની શપથ સંભળાઇ હતી.

દુલ્હા-દુલ્હને પહેલા તો સંવિધાન નિર્માતા ડો.બાબા સાહેબ આંબેડકરની તસવીર પર માલ્યાર્પણ કર્યુ. તે બાદ વર-વધુએ એકબીજાને વરમાળા પહેરાવી અને ભારતીય સંવિધાનની પ્રસ્તાવના વાંચીને શપથ અપાવડાવામાં આવી. તસવીર સમક્ષ સાત ફેરા બાદ વૈવાહિક જીવનની સામાજિક જવાબદારીઓના નિર્વહનનું વચન લીધુ અને લગ્નના બંધનમાં બંધાઇ ગયા.

Shah Jina