વર કન્યાની આ જોડી જોઈને તમે પણ થઇ જશો ભાવુક, ફેરા લેતા વખતે એવી રીતે વ્યક્ત કર્યો પ્રેમ કે વીડિયો જોઈને તમારી આંખો પણ છલકાઈ ઉઠશે

સોશિયલ મીડિયા ઉરપ લગ્નને લઈને ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થતી હોય છે. વાયરલ વીડિયોની અંદર ઘણા હસી મજાકના હોય છે તો ઘણા વીડિયો ભાવુક પણ કરી દેનારા હોય છે. લગ્નની અંદર રહેલા દંપતીઓ ક્યારેક એવી હરકતો પણ કરે છેજેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.

પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તે વાયરલ પણ થયો અને તમને પણ ભાવુક કરી દેશે. આ લગ્નની અંદર જોવા મળતું દંપતી એક સાચા પ્રેમની ઉદાહરણ દુનિયાને પૂરું પડી રહ્યું છે. આવી ઘટનાઓ ખુબ જ ઓછી જોવા મળતી હોય છે. જેમની આ એક છે.

આજે આપણે મોટાભાગના કિસ્સાઓમાં જોઈએ છીએ કે ઘણા પ્રેમીઓ પોતાની સાથીને કોઈ ઇજા થતા કે કોઈ મુશ્કેલીમાં આવવાની સાથે જ સાથ છોડી દેતા હોય છે, પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં આવી રીતે સાથ છોડી દેનારા લોકોના મોઢા ઉપર એક તમાચો છે.

વાયરલ વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે વરરાજાના બંને હાથ નથી હોતા, તે છતાં પણ કન્યા તેની સાથે લગ્નના ફેરા ખુબ જ શાંતિથી લઇ રહી છે. તે તેના પતિનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ જોઈને કોઈની પણ આંખોમાં આંસુઓ આવી શકે છે. વર કન્યા બંને મંદ મંદ હાસ્ય સાથે લગ્નના ફેરા ફરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. બંનેના પ્રેમની આ વીડિયો જોનારા પ્રસંશા પણ કરી રહ્યા છે. ખાસ કરીને એ કન્યાના લોકો વખાણ કરી રહ્યા છે કે આવી પરિસ્થિતિમાં પણ કન્યાએ તેના પતિનો સાથ નથી છોડ્યો.

સાચા પ્રેમની ઉદાહરણ આપી રહેલા આ દંપત્તિનું નામ છે ક્ષિતિજ અને શિવાંગી. જેમનો સાચો પ્રેમ તેમની તસવીરો અને વીડિયોની અંદર જોવા મળી રહ્યો છે. શિવાંગીએ ક્ષિતિજના હાથ ના હોવા છતાં પણ તેની સાથે લગ્નના ફેરા ફર્યા અને સાચા પ્રેમનું એક ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં પણ તેમની આ તસવીરો અને વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. કળિયુગમાં પણ આવો સાચો પ્રેમ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. પરંતુ ક્ષિતિજ અને શિવાંગીનો આ પ્રેમ દુનિયા માટે એક મોટું ઉદાહરણ છે !

Niraj Patel