પોતાના જ લગ્નમાં કન્યાએ કર્યો ધાંસુ ડાન્સ, પછી જિમમાં કસરત કરતી હોય તેમ બતાવ્યા કરતબ, જોઈને મહેમાનો પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

લગ્નના મંડપમાં વર-કન્યાએ એનર્જી સાથે ડાન્સ બાદ પુશઅપ સ્ટેન્ડ પર કર્યા જબરદસ્ત પુશઅપ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

લગ્નને લઈને તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો વાયરલ થતા જોયા હશે. જેમાં ઘણીવાર વર કન્યાની મસ્તી મજાક ભરેલી પળ જોવા મળતી હોય છે તો ઘણીવાર મિત્રો દ્વારા કરવામાં આવતા પ્રેન્ક જોવા મળે છે. આ સાથે લગ્નમાં મોટાભાગે ડાન્સના વીડિયો પણ વાયરલ થતા હોય છે.

ત્યારે હાલમાં એક એવી દુલ્હનનો ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેની એનર્જી જોઈને લોકો ભાન ભૂલી રહ્યા છે. કારણ કે આ કન્યા ભરપૂર એનર્જી સાથે એવો જબરદસ્ત ડાન્સ કરે છે કે જોનારા પણ જોતા જ રહી જાય છે. ડાન્સ કર્યા બાદ પણ તે એવું કંઈક કરે છે જેના કારણે લોકો આ કન્યાના વખાણ કરતા થાકતા નથી.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘણા બધા મહેમાનો ઉભા છે અને જોરદાર સંગીત વાગી રહ્યું છે. બેકગ્રાઉન્ડમાં કોઈ પંજાબી ગીત વાગે છે, ત્યારે જ કન્યા ભરપૂર એનર્જી સાથે ડાન્સ કરતી ફ્રેમમાં આવે છે. તેનો નાચવાનો ઉત્સાહ જોઈને કોઈને પણ ડાન્સ કરવાનું મન થઇ જાય. ત્યાં ઉભેલા મહેમાનો પણ બૂમો પાડીને તેનો ઉત્સાહ વધારી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Brellow (@brellow)

જેના બાદ ત્યાં જ એક સ્ટેન્ડ ઉભું કરવામાં આવે છે જેના પર કન્યા પુશઅપ કરવા લાગે છે, આ જોઈને જ મહેમાનોની આંખો પણ ચાર થઇ જાય છે. કન્યાની આવી ફિટનેસ જોઈને સૌ કોઈ હક્ક બક્કા રહી જાય છે. વરરાજા પણ તેની પાછળ પુશઅપ કરવા લાગે છે. ત્યારે આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel