જીમ જનારા માટે લાલબત્તી સમાન કિસ્સો ! બોડી બનાવવાના ચક્કરમાં જન્મ દિવસે મોત થયું

જીમમાં ગજબની બોડી બનાવી પણ આજ બોડી બનાવવાના ચક્કરમાં ચાલ્યો ગયો જીવ, છેલ્લા સમયે કોઈ સાથે પણ નહોતું, જાણો સમગ્ર મામલો

આજે મોટાભાગના યુવાનોમાં બોડી બનાવવાનું ઘેલું લાગ્યું છે, ઘણા યુવાનો કલાકો સુધી જિમમાં પરસેવો વહાવે છે અને પાવડર તેમજ ઇન્જકેશન દ્વારા તેમની બોડી બનાવતા હોય છે, પરંતુ ઘણીવાર આ બધું નુકશાન કારક પણ સાબિત થઇ શકે છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે. જેમાં બોડી બનાવવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

બોડીબિલ્ડિંગનો આ શોખ બ્રાઝિલના બોડીબિલ્ડર પર છવાયેલો હતો. આ બોડી બિલ્ડરે શરીરને વિશાળ બનાવવા માટે ઘણા ઈન્જેક્શન લીધા જે તેના મૃત્યુનું કારણ બની ગયા. આ બોડી બિલ્ડરનું 55માં જન્મદિવસે અવસાન થયું હતું. બ્રાઝિલના બોડી બિલ્ડર વાલ્ડીર સેગાટોએ માર્વેલ કોમિક્સના પાત્ર હલ્ક જેવા બનવા માટે દરરોજ ઘણા ખતરનાક ઓઈલ ઈન્જેક્શન લીધા.

આ ઈન્જેક્શનથી તેની બાઈસેપ્સ વધીને 23 ઈંચ થઈ ગઈ. વાલદીરે તેના શરીર અને હૃદયરોગના હુમલાના જોખમ માટે તમામ આરોગ્ય ચેતવણીઓને અવગણી. તેણે કહ્યું કે હલ્ક તેની પ્રેરણા છે. તે ટીકટોક અને ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતો હતો. તેણે એકવાર કહ્યું હતું કે તેની આસપાસના લોકો તેને રાક્ષસ કહે છે, જે તેને ગમ્યું.

જ્યારે વાલદીર સેગાટો 49 વર્ષના હતા, ત્યારે તેમને ડૉક્ટરોએ ચેતવણી આપી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે તેના ખતરનાક સપ્લિમેન્ટ્સ તેના શરીરને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ સેગાટો, તેના શરીરને વધારવા માંગતો હતો, તેણે તબીબી સલાહની અવગણના કરી અને ઇન્જેક્શન લેવાનું ચાલુ રાખ્યું. 2016માં સેગાટોએ કહ્યું કે લોકો તેને હલ્ક અને હે મેન કહે છે જે તેને પસંદ છે. તેણે તેના બાઈસેપનું કદ બમણું કર્યું અને કહ્યું કે તે તેને વધુ વધારવા માંગે છે.

બ્રાઝિલના મીડિયા અનુસાર, સેગાટોના લાખો ફોલોઅર્સ હતા, પરંતુ જ્યારે તેનો અંતિમ સમય આવ્યો ત્યારે કેટલાક મિત્રો અને પરિવારના સભ્યો સિવાય કોઈ તેની સાથે નહોતું. રાત્રે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જ્યારે તેણે તેના એક પાડોશીની મદદ લીધી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેને આ પ્રકારની સમસ્યા પહેલા પણ થઈ હતી. પડોશીઓએ વિચાર્યું કે તેઓએ તેને હોસ્પિટલમાં લઈ જઈને બચાવી લીધો, પરંતુ 26 જુલાઈએ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

Niraj Patel