અચાનક રસ્તા ઉપર ઊભા થઇ ગયા આ બાઇકવાળા, બીજાને પણ ઉભા રાખ્યા, કારણ ટ્રાફિક પોલીસ નહીં પરંતુ આ હતું, જાણીને પેટ પકડી હસવા લાગશો

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જેના દ્વારા લોકો પોતાની પ્રતિભાને બતાવતા રહે છે અને રાતોરાત તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયો દ્વારા ફેમસ પણ બની જતા હોય છે. ઘણા  વીડિયોની અંદર એવું એવું જોવા મળે છે જેને જોઈને કોઈપણ વ્યક્તિ હેરાન રહી જાય, તો ઘણા વીડિયો તમને પેટ પકડીને હસાવે તેવા પણ હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બાઈક સવાર ખતરાની ઘન્ટડી વાગતા જ રોડ ઉપર પોતાની બાઈક લઈને ઉભો થઇ જાય છે અને બીજા લોકોને પણ આ ખતરા વિશે ચેતવણી આપતો જોવા મળે છે, જેના કારણે બીજા લોકો પણ રસ્તા વચ્ચે જ ઉભા થઇ જતા જોવા મળે છે.

વીડિયો જોતા એવું લાગે છે કે આ બાઈક સવાર એટલા માટે ઉભો રહી ગયો હશે, કારણ કે આગળ ટ્રાફિક પોલીસ હશે, કારણ કે ના તો તે વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું છે, ના માસ્ક જેના કારણે વીડિયો જોનારને પહેલી નજરે એવું અનુમાન લાગશે કે આગળ ટ્રાફિક પોલીસ છે, પરંતુ જયારે હકીકત સામે આવે છે ત્યારે જોનારા પણ પેટ પકડીને હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Be Harami (BH) (@be_harami)


આ વીડિયોમાં જ આગળ જોઈ શકાય છે કે આગળ કોઈ ટ્રાફિક પોલીસ નથી પરંતુ થાંભલા ઉપર એક બોર્ડ મારેલું છે જેને જોઈને તે બાઈક સવાર અને બીજા લોકો પણ ઉભા રહે છે. તે બોર્ડની અંદર લખનઉની થપ્પડ ગર્લ પ્રિયદર્શનીની તસ્વીર છે અને તેમાં લખેલું છે કે “ધીમે ચાલો આગળ પ્રિયદર્શની છે.”

Niraj Patel