પગથિયાં ચઢતા ચઢતા આ યુવકે અચાનક પોતાની માથું ફેરવી નાખ્યું પાછળની બાજુ, વીડિયો જોઈને લોકોના રૂંવાડા પણ ઉભા થઇ ગયા, જુઓ

આ યુવકે પોતાની ગરદન આખી પાછળની તરફ ફેરવી નાખી, જોઈને લોકો પણ ફફડી ગયા, બોલ્યા “આવું રાત્રે ભૂલથી પણ ના કરતો..” વાયરલ થયો વીડિયો

ઇન્ટરનેટ પર આજે લોકો ફેમસ થવા માટે અવનવા વીડિયો બનાવતા હોય છે. ઘણા લોકો પોતાના ટેલેન્ટને આ સોશિયલ મીડિયાના મંચ દ્વારા જ બહાર લાવતા હોય છે અને ઘણીવાર આવા લોકોના ટેલેન્ટ જોઈને અપને પણ હક્કાબક્કા રહી જતા હોય છે. ત્યારે હાલ એક યુવકનો એવો જ એક વીડિયો લોકોના રૂંવાડા ઉભા કરી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક પહાડ પર બનાવવામાં આવેલા પગથિયાંથી ઉપર ચઢવા લાગે લાગે છે અને આ દરમિયાન તે એક જગ્યાએ ઉભો રહી જાય છે. જેના બાદ તે પોતાના માથાને પકડે છે અને પછી તે માથાને એવી રીતે ફેરવે છે કે તેનું આખું જ માથું પાછળની તરફ આવી જાય છે.

આ જોઈને કોઈનમાં મોઢામાંથી પણ ચીસ નીકળી જાય. વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે યુવક ધીમે ધીમે પછી ઉપરની તરફ ચઢવા લાગે છે, તેનું આખું શરીર આગળની તરફ છે પરંતુ મોઢું પાછળની તરફ ચાલ્યું જાય છે. જે જોવામાં જ ખુબ જ ભયાનક લાગી રહ્યું છે, ત્યારે હવે યુઝર્સ પણ આ વીડિયોને જોઈને ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Prem (@prem_bone_brothers)

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ‘પ્રેમ’ (@prem_bone_brothers) દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધીમાં 14 લાખથી વધુ વ્યૂઝ અને 1 લાખ 50 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ ઉપરાંત તેની પ્રોફાઈલ પર નજર નાખીએ તો તેને આવા ઘણા બધા વીડિયો પણ પોસ્ટ કર્યા છે જેમાં તે પોતાની ગરદન ફેરવી રહ્યો છે.

Niraj Patel