રોડના કિનારે ગિટાર લઈને પૈસા માંગવા માટે સુમધુર અવાજમાં ગીત ગાઈ રહ્યો હતો આ છોકરો, ત્યારે જ આવ્યો એક વ્યક્તિ અને કર્યું એવું કે… જુઓ વીડિયો

રોડ કિનારે પૈસા માંગવા બેઠેલા છોકરા સાથે ગિટારની ધૂન પર ત્યાંથી પસાર થતા વ્યક્તિએ ગાયું ગીત, વીડિયોમાં ટેલેન્ટ જોઈને દંગ રહી ગયા યુઝર્સ, જુઓ

આપણા દેશની નાદાર ઘણા બધા ટેલેન્ટેડ લોકો છે પરંતુ ઘણીવાર પરિસ્થિતિ એવી પણ બનતી હોય છે જેના કારણે તેમનો ટેલેન્ટ બહાર નથી આવી શકતો. તમે ઘણા લોકોને જોયા હશે જે રેલવે સ્ટેશન કે કોઈ જાહેર સ્થળો પર ભીખ માંગવા દરમિયાન પણ સુમધુર અવાજમાં ગીતો ગાતા હોય છે અને પોતાની પાસે રહેલા ટેલેન્ટને દુનિયાને બતાવતા હોય છે, ત્યારે ઘણા લોકો તેમના આ ટેલેન્ટને પોતાના કેમેરામાં કેદ કરી દે છે અને પછી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ વાયરલ પણ થઇ જતો હોય છે.

હાલ આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક છોકરો એક જગ્યા પર બેસીને ગિટાર વગાડી રહ્યો છે અને સાથે જ સુમધુર અવાજમાં ગીત પણ ગાઈ રહ્યો છે. આ બાળક પૈસા માંગવા માટે ગીત ગાતો હોય તેમ દેખાઈ રહ્યું છે અને ત્યાંથી પસાર થતા લોકો તે છોકરાને મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ કોઈએ બનાવી લીધો. પરંતુ ત્યારે જ ત્યાં એક વ્યક્તિ આવે છે અને જે થાય છે તે ખુબ જ રોમાંચક છે.

ગિટાર લઈને જમીન પર બેઠેલો છોકરો તેની આંગળીઓ વડે સુંદર રીતે સૂર છેડે છે અને પંજાબી ગાયક બી પ્રાગનું પ્રખ્યાત ગીત ‘મન ભરયા’ ગાય છે. સામે ઉભેલો એક વ્યક્તિ તેનાથી ખૂબ પ્રભાવિત થાય છે અને તેની સાથે ગાવા માટે આગળ આવે છે. તે તરત જ તેની સાથે ગાવાનું શરૂ કરે છે અને ઘણા લોકો આ જોઈને લોકોના પગ થંભી થઈ જાય છે. જેમ જેમ સામે ઉભેલી વ્યક્તિ ગીતો ગાવાનું શરૂ કરે છે, નીચે બેઠેલા ગિટારવાદક તેની ધૂન વગાડવાનું શરૂ કરે છે અને શમા બાંહળાઈ જાય છે. ટૂંક સમયમાં જ બંનેએ સુમધુર અવાજમાં આ ગીત ગાઈને લોકોના દિલ જીતી લીધા.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Thakur (@ranveersinghonpoint)

આ વીડિયો દિલ્હીના કનોટ પ્લેસનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો રણવીર ઠાકુર નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શન મુજબ, એક સંગીતકારની ઓળખ શિવમ તરીકે થઈ હતી અને તેની સાથે જોડાનાર વ્યક્તિનું નામ લવ સિંહ હતું. આકસ્મિક રીતે, તેઓ બંને તેમના ઇન્સ્ટાગ્રામ બાયોઝ અનુસાર કલાકાર છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને કોમેન્ટ કરીને તેમના ટેલેન્ટની પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel