નાળામાંથી પાણી કાઢવા માટે આ છોકરાએ લગાવ્યો એવો જુગાડ કે ભલભલા એન્જીનીયરો પણ થઇ ગયા તેની આગળ ફેલ, જુઓ વીડિયો

દેશી જુગાડની મદદથી આ યુવકે નાળાનું પાણી બાલ્ટીમાં ભર્યું, વીડિયો જોઈને તમે પણ કહેશો.. “આ તો બહુ કામની વસ્તુ છે..” જુઓ

ભારત અને જુગાડને વર્ષો જૂનો નાતો છે. ઘણા એવા લોકો હોય છે જે કોઈપણ મુસીબતમાં હોય ત્યારે એવા એવા જુગાડ કરે છે જેને જોઈને લોકોની આંખો પણ ચાર થઇ જતી હોય છે અને તેના કારણે જ ભારતીય જુગાડ દુનિયાભરમાં પ્રચલતી છે અને સોશિયલ મીડિયામાં પણ દેશી જુગાડના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે.

એવું કહેવાય છે કે જરૂરિયાત જ આવિષ્કારની જનની છે. આપણા દેશમાં ઘણા લોકો એવા છે જે પોતાની જરૂરિયાત અનુસાર જુગાડ કરતા હોય છે. હાલ એવા જ એક જુગાડનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક પાણી કાઢવા માટે એવો ગજબનો જુગાડ લગાવે છે કે તેને જોઈને ભલભલા એન્જીનીયરો પણ ફેલ થઇ જાય.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નાળામાં પાણી વહી રહ્યું છે અને ત્યાંથી પાણી ઉપર કાઢવા માટે એક યુવક દેશી જુગાડનો સહારો લે છે. તેણે એક લાંબો સળીયો લીધો છે અને તેના પર પાઇપ બાંધી દીધી છે. યુવક જ્યાં ઉભો છે ત્યાં તેણે વજન બાંધ્યું છે અને પછી એ સળિયાને નાળામાં અંદર ડુબાડે છે.

જેના બાદ પાણી પાઈપમાં ભરાય છે અને પછી નાળામાંથી પાણી એક બાલ્ટીમાં આવી જાય છે. થોડી વારમાં જ આખી બાલ્ટી ફૂલ ભરાઈ જાય છે. આ જોઈને લોકો પણ હેરાન રહી જાય છે અને આ યુવકના જુગાડના ભરપૂર વખાણ કરતા પણ જોવા મળે છે. થોડી જ સેકેંડનો આ વીડિયો અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને મોટી સંખ્યામાં કોમેન્ટ કરી તેના વખાણ પણ કરી રહ્યા છે.

Niraj Patel