આ છોકરાએ બ્લાઉસ અને સાડી પહેરીને ધાબા પર ચઢી “ટીપ ટીપ બરસા પાની” ગીત પર કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે જોઈને સૌ કોઈ રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

ટીપ ટીપ બરસા પાની પાર આ છોકરાનો ડાન્સ જોઈને યુઝર્સ પણ ભાન ભૂલ્યા, કહ્યું, “રવીના અને નોરા પણ આની આગળ ફેઈલ…”, જુઓ તમે પણ

The boy danced wearing a saree : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં દરેક પ્રકારના કન્ટેન્ટ તમને જોવા મળી જશે, ઘણા કન્ટેન્ટ ક્રિએટરો એવા પણ હોય છે જે જોનારને પણ મજા કરાવી દે. ઘણા લોકો પોતાના ડાન્સના ટેલેન્ટને પણ રીલ દ્વારા શેર કરતા હોય છે. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક છોકરો સાડી પહેરીને ડાન્સ કરી રહ્યો છે.

ટીપ ટીપ બરસા પાની પર કર્યો ડાન્સ :

હાલ દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ક્યાંક રસ્તાઓ તળાવ બની ગયા છે તો ક્યાંક પૂર આવ્યા છે. તો સોશિયલ મીડિયામાં પણ વરસાદના વીડિયોનું પૂર આવ્યું છે. પરંતુ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં એક છોકરાએ ‘ટિપ-ટિપ બરસા પાની…’ ગીત પર એટલો જોરદાર ડાન્સ કર્યો છે કે લોકો કહી રહ્યા છે  “ભાઈ ને તો પાની મેં આગ લગા દી!”

રવીના અને નોરા પણ ફેઈલ :

વાયરલ ક્લિપમાં છોકરો સાડી પહેરીને ફિલ્મ ‘મોહરા’ (1994)ના સુપરહિટ ગીત પર ડાન્સ કરતો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, આ ગીત રવિના ટંડન અને અક્ષય કુમાર પર બનાવવામાં આવ્યું હતું, જેને ઉદિત નારાયણ અને અલ્કા યાજ્ઞિકે ગાયું છે. આ ડાન્સ વીડિયો 30 જૂનના રોજ ઈન્સ્ટાગ્રામ પેજ (amit_the_shinning_star) દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nand Gopal (@amit_the_shinning_star)

યુઝર્સે પણ વખાણ્યો ડાન્સ :

તેણે કેપ્શનમાં લખ્યું “મિત્રો અંત સુધી જુઓ.” વીડિયોને હવે લાખો લોકો જોઈ ચુક્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે. ઉપરાંત, સેંકડો વપરાશકર્તાઓ તેનો ડાન્સ જોયા પછી પોતાને કોમેન્ટ કરવાથી રોકી શક્યા નહીં. એક યુઝરે લખ્યું “આ જ અસલી ટેલેન્ટ છે, પરંતુ ટેલેન્ટને બદલે લોકો જુએ છે કે છોકરો છોકરી બનીને ડાન્સ કરી રહ્યો છે. “

Niraj Patel