આ ભાઈએ છોકરીઓ ગોરી થવા માટે જે ક્રીમ ચહેરા પર લગાવે છે એ ક્રીમને લગાવી ભેંસના મોઢા પર, પછી જે રિઝલ્ટ આવ્યું એ જોઈને હેરાન રહી જશો, વાયરલ થયો વીડિયો

આ છોકરાએ જબરદસ્તી ભેંસને લગાવી દીધી બ્યુટી ક્રીમ, પણ પછી અસર થઇ એવી કે લોકો પણ હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા આજે એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં કોઈપણ ઘટનાને વાયરલ થવામાં જરા પણ સમય નથી લાગતો. ઘણા લોકો એવા હોય છે, જે પોતાના વીડિયોને વાયરલ કરવા માટે દુનિયાભરની રીતો અપનાવતા હોય છે અને એવા એવા કામ કરે છે જેને જોઈને લોકો પણ દંગ રહી જતા હોય છે. ત્યારે ઘણીવાર કેટલાક ક્રિએટિવ લોકોના વીડિયો વાયરલ પણ થઇ જતા હોય છે.

ત્યારે હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તો તમે પણ કહેશો કે ભાઈ આવું તો કોણ કરે ? કારણ કે વીડિયોમાં એક યુવકે એવું કામ કર્યું છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો. મોટાભાગે આપણે જોયું છે કે બજારની અંદર સુંદરતા માટેની ઘણી ક્રીમ મળે છે અને ટીવી પર પણ તેની જાહેરાતમાં તેમની ક્રીમથી ગોરા થવાનું કહેતા હોય છે. ઘણી મહિલાઓ અને યુવતીઓ પણ આ ક્રીમનો ઉપયોગ કરે છે.

પરંતુ વાયરલ થઇ રહેલા વીડિયોમાં તો એક ભાઈએ છોકરીઓના ચહેરા પર લગાવવામાં આવતી બ્યુટી ક્રીમ એક ભેંસના મોઢા પર જ લગાવી દીધી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક તેના હાથમાં એક બ્યુટી ક્રીમ લઈને ઉભો છે અને તેની આગળ એક ભેંસ પણ ઉભી છે, યુવક પોતાના હાથમાં ક્રીમ કાઢે છે અને પછી ભેંસના મોઢા પર લગાવી દે છે.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)

આ જોઈને લોકોનું હસવું નથી રોકાઈ રહ્યું. વીડિયોમાં જ લખવામાં આવ્યું છે બેકાર છે ભાઈ. એટલે કે એના દ્વારા કેહવામાં આવ્યું છે કે આ જાણીતી બ્યુટી ક્રીમની પણ કોઈ અસર ભેંસના ચહેરા પર થઇ નથી. ત્યારે હવે સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel