અમદાવાદ : માતા-પિતાએ લઇ લીધો મોબાઈલ તો દીકરીએ આપી આપઘાતની ધમકી, સો.મીડિયા પર બનાવ્યા હતા 10-10 BF

માતા પિતાની લાડલીએ 10-10 બોયફ્રેન્ડ બનાવ્યા, મોબાઈલ લઇ લેતા એવું એવું કર્યું કે અક્કલ કામ નઈ કરે

ગુજરાતમાંથી ઘણીવાર ચોંકાવનારા મામલા સામે આવે છે. ત્યારે હાલમાં અમદાવાદના બોપલના એક શ્રીમંત પરિવારની 20 વર્ષની દીકરી કે જે કોલેજમાં અભ્યાસ કરે છે અને જેને સોશિયલ મીડિયાનું વળગણ થઈ ગયું હતું તેના માતા-પિતાએ તેની પાસેથી મોબાઇલ લઇ લીધો તો તેણે મરી જવાની ધમકી આપી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

માતા-પિતાએ તેમની પુત્રીને બધી સગવડ આપી પરંતુ માતા-પિતાને જાણવા મળ્યું કે સોશિયલ મીડિયામાં તેણે 10 કરતાં વધુ બોયફ્રેન્ડ બનાવ્યા છે અને બધાની સાથે તે અભદ્ર વાતો કરે છે. તે પછી તેમણે મોબાઈલ લઇ લીધો. જો કે, માતા-પિતાના મોબાઇલ લઇ લીધા બાદ યુવતિએ મોબાઇલ ના આપે તો મરી જવાની ધમકી આપી. જે પછી કંટાળી માતા-પિતાએ અભયમનો સંપર્ક કર્યો અને અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યુ.

પ્રાપ્ત જાણકારી અનુસાર, બોપલની 20 વર્ષીય યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે અને માતા-પિતા સાથે રહે છે. તેને સોશિયલ મીડિયાનું એવું વળગણ લાગ્યુ હતું કે 10થી પણ વધારે યુવકો સાથે તે પ્રેમ સબંધ રાખીને બેઠી હતી. ત્યારે માતા-પિતા તેને સો.મીડિયા વાપરવાનું બંધ કરી દેવાનું કહેતા તો તે મરી જવાની ધમકી આપતી.

જેથી માતા-પિતાએ મહિલા અભયમનો સંપર્ક કરતા ટીમ યુવતીના ઘરે પહોચી અને તેનું કાઉન્સેલિંગ કરી સોશિયલ મીડિયાનું વળગણ છોડાવ્યુ. યુવતીએ કહ્યું કે કોલેજમાં તેની કેટલીક ફ્રેન્ડ્સ છે, જે આ પ્રકારે સો.મીડિયામાં ઘણાં છોકરાઓ સાથે પ્રેમ સબંધ રાખે છે, એટલે તેણે પણ આ રીતે કર્યુ.જો કે, અભયમ ટીમની સમજાવટ બાદ યુવતિને સમજ પડી કે તે જે કંઈ કરી રહી છે તે ખોટું છે.

Shah Jina