Breaking News : વધુ એક બૉલીવુડ દિગ્ગજ કપલનું ઘર ભાંગ્યું, ડાયવોર્સ થતા જ ફેન્સના હોંશ ઉડી ગયા

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનીની અંદર લગ્ન અને ડાયવોર્સ જેવી વસ્તુઓ સામાન્ય બની ગઈ છે. ઘણા સ્ટારને આપણે જોયા છે જે લગ્ન સમય સુધી તો હેપ્પી કપલ લગતા હોય પરંતુ થોડા વર્ષોની અંદર જ જાણે બંને વચ્ચે મોટી તિરાડ પડી જતી હોય છે અને અલગ થઇ જાય છે, પણ આ છૂટાછેડાની અસર તેમના ઉપર જોવામાં નથી આવતી તે થોડા સમયમાં જ કોઈ બીજાને ડેટ કરવા લાગી જાય છે અને લગ્ન પણ કરી લેતા હોય છે.

એક્ટ્રેસ એશા દેઓલ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ સમાચારોમાં રહે છે. હાલમાં જ એશા દેઓલના આ ન્યુઝે બધાના હોંશ ઉડાવી દીધા છે. આ સાંભળીને બધાને નવાઈ લાગી. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી એશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાનીના અલગ થવાના સમાચાર છે.

હાલમાં જ ન્યુઝ સામે આવ્યા છે કે ધર્મેન્દ્રની લાડલી ઇશા દેઓલ અને ભરત તખ્તાની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વાત સારી ન હતી. થોડા સમય પહેલા ઇન્ટરનેટમાં એક રેડિટ પોસ્ટ પણ વાયરલ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને અલગ થઈ ગયા છે.

જોકે, દંપતીએ કોઈ ઔપચારિક માહિતી આપી ન હતી. પરંતુ હવે બંને તરફથી નિવેદનો સામે આવ્યા છે. ચાલો જાણીએ બંનેએ નિવેદનમાં શું કહ્યું.

દિલ્હી ટાઈમ્સ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં કહ્યું છે કે આ ફેવરિટ કપલે સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. દંપતીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા જીવનમાં આ બદલાવના માધ્યમથી અમારા બાળકોના શ્રેષ્ઠ હિત અને સુખાકારી અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે અને રહેશે

અમે તેની પ્રશંસા કરીશું. ગોપનીયતાનું સન્માન કરવામાં આવ્યું છે.” તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ ઈશા અને ભરતના મેરેજ 2012માં થયા હતા. એક્ટ્રેસ ઈશા પહેલીવાર 2017માં અને બીજીવાર 2019માં માતા બની હતી. બંને તેમના બાળકોની ખૂબ નજીક છે અને હજુ પણ તેમની સંભાળ રાખવાની વાત નિવેદનમાં વ્યક્ત કરી છે.

 

આ કપલે ઇસ્કોન મંદિરમાં ખૂબ જ સાદગી સાથે મેરેજ કરેલા હતા. લગ્નના પાંચ વર્ષ પછી દંપતી પુત્રી રાધ્યાના માતા-પિતા બન્યા અને પછી વર્ષ 2019માં, ઈશાએ તેમની બીજી પુત્રી મિરાયા તખ્તાનીને જન્મ આપ્યો.

YC