ફેન્સ માટે ખરાબ સમાચાર: સલમાન ખાનને રાત્રે સાપે ડંખ માર્યો, જાણો હવે કેવી છે તબિયત

થોડા સમય પહેલા પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં સલમાનને એક સાંપે કરડી લીધું, પછી રાત્રે 3 વાગ્યાની આસપાસ નવી મુંબઈનાં MGM હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને ભાઈજાન હવે પોતાના ફાર્મ હાઉસમાં જ છે અને ખતરાની બહાર છે. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર તબિયતમાં સુધારો છે અને રિકવર થઈ રહ્યો છે.

બોલીવુડના સુપરસ્ટાર ભાઈજાન દબંગ ખાન સલમાન ખાનને સાંપે કરડી લેતા હોસ્પિટલમાં એડમિટ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની અત્યારે તબિયત સ્થિર છે અને ઝેરનો કોઈ અસર થયો નથી. સવારે 9 વાગે તેઓની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આવતી કાલે 27 ડિસેમ્બરે જ ભાઈજાનનો બર્થ ડે છે અને એવામાં ઘણા ચાહકો નિરાશા થઈ ગયા છે કે આ વખતે તેમનો ફેવરિટ સલમાન ખાન સેલિબ્રેશનમાં સામેલ થશે કે પછી આરામ કરશે? સલમાન પોતાના ફેમિલી અને દોસ્તો સાથે પાર્ટી કરવા માટે ફાર્મ હાઉસ પહોંચ્યો હતો.

સલીમ ખાને મીડિયા સાથેની વાતચીતમાં દરમિયાન ભાઈજાન સલમાનની હેલ્થ વિશે એકદમ સારી હોવાનું કહ્યું છે. સલીમ ખાને એમ પણ કહ્યું હતું કે ફાર્મ હાઉસના સ્ટાફને ઘણીવાર સાપે ડંખ માર્યો છે. વધુમા તેમને કહ્યું કહ્યું હતું કે સલમાનને ડંખ મારનાર સાપને સ્ટાફે ઝડપી લીધો છે. સલમાન પનવેલના ફાર્મહાઉસમાં ક્રિસમસ અને જન્મદિવસની ઉજવણી કરવા ગયા હતા. ત્યાં તેમને કેવી રીતે સાપ કરડ્યો તે વાત હવે ખુદ સલમાન ખાને મીડિયાને જણાવી છે.

સાપના ડંખ માર્યા પછી અભિનેતાના સ્વાસ્થ્ય માટે ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ સલમાનને સાપે ક્યારે અને કેવી રીતે ડંખ માર્યો ? આ સવાલ અભિનેતાના દરેક ચાહકોના મનમાં છે. હવે સલમાને પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા થયેલા આ અકસ્માતની માહિતી શેર કરી છે. સલમાને આ અકસ્માત વિશે જણાવ્યું – મારા ફાર્મહાઉસમાં એક સાપ આવી ગયો હતો. હું તેને લાકડીના સહારે બહાર લઈ જતો હતો. પણ તે ધીમે ધીમે મારા હાથ પર આવ્યો. પછી મેં તેને દૂર કરવા માટે પકડ્યો અને તે સમયે તેણે મને ત્રણ વાર ડંખ માર્યો. તે એક પ્રકારનો ઝેરી સાપ હતો.

તેમણે આગળ જણાવ્યુ, સાપના ડંખ પછી મને લગભગ 6 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હું હવે ઠીક છું. આજે સલમાન ખાનનો જન્મદિવસ છે. સલમાન માત્ર પોતાનો જન્મદિવસ ઉજવવા ફાર્મહાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે આ અકસ્માત થયો હતો. વાસ્તવમાં, કોરોનાના વધતા જતા ખતરાને કારણે સલમાને તેનો જન્મદિવસ પરિવાર અને નજીકના મિત્રો સાથે ફાર્મહાઉસ પર ઉજવવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોને ખબર હતી કે જન્મદિવસના એક દિવસ પહેલા સલમાન સાથે આ અકસ્માત થશે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

સલમાને કહ્યું, સારી વાત એ હતી કે હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. તેમની પાસે તમામ પ્રકારના એન્ટી વેનોમ હતા. અત્યાર સુધી મેં તમામ પ્રકારના એન્ટી વેનોમ (ક્રેટ, વાઇપર, કોબ્રા)ના ઇન્જેક્શન લીધા છે. જો કે, સાપને પકડીને બાદમાં જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. પોતાના જન્મદિવસ નિમિત્તે સલમાન હાલમાં પનવેલના ફાર્મહાઉસમાં છે.

YC