અંબાણી પરિવાર સાથે આ બોલિવુડ સ્ટાર્સે લગાવ્યા ચાર ચાંદ, સલમાન-દીપિકા અને જાહ્નવી સહિત આ સ્ટાર્સનો જોવા મળ્યો અલગ અંદાજ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
દેશના જાણિતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ 31 ઓક્ટોબરે મુંબઈમાં સૌથી મોટા મોલ Jio World Plazaનું ઉદ્ઘાટન કર્યું. આ ભવ્ય મોલ 1 નવેમ્બર એટલે કે આજથી જાહેર જનતા માટે ખુલશે, પણ તેના એક દિવસ પહેલા જ મુંબઈમાં લોન્ચ ઈવેન્ટમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જામ્યો હતો. જિયો વર્લ્ડ પ્લાઝા મોલના લોન્ચ ઈવેન્ટમાં સ્ટાર્સ ઉપરાંત ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓએ પણ રેડ કાર્પેટ પર પોતાની હાજરીનો અનુભવ કરાવ્યો હતો.
સલમાન ખાનથી લઈને દીપિકા પાદુકોણ અને જાહ્નવીથી લઈને શનાયા, ખુશી કપૂર સુધીના ઘણા સ્ટાર્સે રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ફેલાવ્યો હતો. આ ઇવેન્ટમાં સલમાન ખાન બ્લેક જેકેટ અને બ્રાઉન પેન્ટ સાથે બ્લેક ટી-શર્ટમાં એકદમ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. તે રેડ કાર્પેટ પર વૈભવી વેપારીઓથી લઈને કેટલાક લોકોને ગળે લગાવતો પણ જોવા મળ્યો હતો. બોલિવૂડ ક્વીન દીપિકા પાદુકોણ આ ઈવેન્ટમાં વેસ્ટર્ન લુકમાં જોવા મળી હતી.
આ ખાસ ઈવેન્ટમાં તેણે ઓફ શોલ્ડર ગ્રે ડ્રેસ પસંદ કર્યો હતો, જેની સાથે તેણે લાંબા બૂટ પહેર્યા હતા. આ સાથે તેણે ગળામાં હીરાનો હાર પણ પહેર્યો હતો અને વાળને કેરી કરેલા હતા. Jio વર્લ્ડ પ્લાઝાની આ ઈવેન્ટમાં ઘણા સ્ટાર્સની દેશી સ્ટાઈલ અને ઘણાની વેસ્ટર્ન સ્ટાઈલ જોવા મળી હતી. આ ઈવેન્ટમાં જ્યાં રણવીર સિંહ ફુલ બ્લેક ધોતી અને કોટમાં જોવા મળ્યો હતો, ત્યાં બીજી તરફ શહેનાઝ ગિલ રેડ હોટ ગાઉનમાં જોવા મળી હતી.
આ સિવાય રશ્મિકા મંદાનાએ આ ઈવેન્ટ માટે ગોલ્ડન અને વ્હાઈટ શોર્ટ ડ્રેસ પસંદ કર્યો હતો. આથિયા શેટ્ટી પણ તેના પિતા સુનિલ શેટ્ટી સાથે આ ઇવેન્ટમાં પહોંચી હતી. અથિયાએ ક્રોપ ટોપ અને પ્રિન્ટેડ કોટ પેન્ટ પહેર્યુ હતુ. આ સિવાય જોન અબ્રાહમ, તમન્ના ભાટિયા, વિજય વર્મા, કરણ જોહર, નોરા ફતેહી, જેનેલિયા-રિતેશ, રાજકુમાર-પત્રલેખા અને આલિયા ભટ્ટ સહિતના ઘણા સ્ટાર્સે પોતાના લુકથી ફેન્સને દિવાના બનાવ્યા હતા. આ ઇવેન્ટમાં ગ્લેમરનો સ્પર્શ ઉમેરવામાં બોલિવૂડ અભિનેત્રીઓ પાછળ નહોતી રહી.
જિયો વર્લ્ડ પ્લાઝા ઈવેન્ટ માટે ઘણી અભિનેત્રીઓએ વેસ્ટર્ન આઉટફિટ્સ પસંદ કર્યા હતા, જાહ્નવી કપૂર આ ઈવેન્ટમાં પેસ્ટલ શિમરી લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સિવાય સારા અલી ખાન પણ રેડ કાર્પેટ પર ગોલ્ડન આઉટફિટ અને ડીપ નેક ડ્રેસમાં પોતાનો જાદુ ફેલાવતી જોવા મળી હતી. બોલિવૂડની ફેશનિસ્ટા સોનમ કપૂરે આ ઈવેન્ટ માટે ગોલ્ડન કલરના લહેંગા, ગોલ્ડન જ્વેલરી સાથે રંગબેરંગી ચોલી પસંદ કરી હતી, જેમાં તે અદ્ભુત દેખાતી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ઇવેન્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી તેમના પત્ની, દીકરા, વહુઓ અને દીકરી સાથે જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં આવેલ આ મોલ 7.50 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. આ મોલ દેખાવમાં તો લક્ઝુરિયસ છે જ પણ અહીં ઉપલબ્ધ વસ્તુઓ પણ એકદમ લક્ઝુરિયસ છે. લોન્ચ વિશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું કે Jio વર્લ્ડ પ્લાઝાનો અમારો ઉદ્દેશ્ય વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ્સને ભારતમાં લાવવાનો છે.
આ ઉપરાંત તેનો ઉદ્દેશ્ય ભારતની કારીગરીની બ્રાન્ડ્સને ઉજાગર કરવાનો છે. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું, ‘Jio વર્લ્ડ પ્લાઝા માત્ર ભારતનો શ્રેષ્ઠ મોલ બનવા જઈ રહ્યો નથી, પરંતુ મને આશા છે કે આ વિશ્વનો શ્રેષ્ઠ મોલ બનશે. ચોક્કસપણે અમે તેની રાહ જોઈ રહ્યા છીએ. આજનો દિવસ તમામ ભારતીય ડિઝાઇનરો માટે અને અમારી કલા અને કારીગરો માટે પણ સન્માનની વાત છે.’
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં