સાપ અને નોળિયા વચ્ચે થયો એવો જોરદાર મુકાબલો કે વીડિયો જોઇ તમે પણ હક્કાબક્કા રહી જશો

સાપ અને નોળિયા વચ્ચે થયો એવો તાબડતોડ મુકાબલો કે વીડિયોમાં જુઓ કોણે મારી બાજી !

સોશિયલ મીડિયા પર રોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણાની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે કે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઇએ છીએ. અવાર નવાર સો.મીડિયા પર સાપના વીડિયો વાયરલ થતા હોય છે. યુઝર્સને પણ સાપના વીડિયો જોવાનું પસંદ આવે છે. ઘણીવાર સાપ અને નોળિયાની લડાઇના વીડિયો પણ હેડલાઇન્સ બનાવતા હોય છે. ગામમાં રહેતા ઘણા લોકોએ સાપ અને નોળીયાની લડાઈ જોઈ હશે,

પરંતુ શહેરમાં રહેતા લોકોને આ ખબર નહીં હોય. હાલ સોશિયલ મીડિયામાં એક સાપ અને નોળિયાની લડાઈનો જોરદાર વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સાપ અને નોળિયો જયારે એક બીજાની સામે હોય છે ત્યારે એક બીજાના લોહીના તરસ્યા બની જાય છે. સાપ અને નોળીયાની લડાઈ જોઈને ઘણીવાર તો મોઢામાંથી ચીસ પણ નીકળી જતી હોય છે. સોશિયલ મીડિયામાં આવા ઘણા વીડિયો જોવા મળશે. હાલ પણ કંઇક આવું જ જોવા મળ્યુ. વીડિયોમાં સાપ અને નોળિયો એકબીજા સાથે લડતા જોઈ શકાય છે. બંને એકબીજાને મારવા મક્કમ છે.

આ વીડિયોમાં બે ખતરનાક જાનવરો વચ્ચે ભીષણ લડાઈ જોઈ શકાય છે. સાપ અને નોળિયાને એકબીજાના જાણીતા દુશ્મન માનવામાં આવે છે. આ વીડિયો તેનો નક્કર પુરાવો આપે છે. વીડિયોમાં દેખાડવામાં આવેલા બ્લેક મામ્બા અને નોળિયામાંથી કોઈ એક બીજાને છોડવા તૈયાર નથી. આવી સ્થિતિમાં તમે પણ વિચારતા જ હશો કે આખરે કોણ જીતશે ? જોકે, વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે નોળિયો સાપને હરાવીને તેનો શિકાર બનાવવામાં સફળ રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો ઘણી વખત જોવામાં આવ્યો છે. આટલું જ નહીં ઘણા યુઝર્સે પણ આ વીડિયોને પસંદ કર્યો છે. લોકો કોમેન્ટ સેક્શનમાં અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. કેટલાક ડરી ગયા હતા અને કેટલાકને આવી મેચ જોવાની મજા આવી હતી.

Shah Jina