લો બોલો.. આ મહિલા 4.5 લાખમાં ખરીદી એર ઇન્ડિયા ફલાઇટની ટિકિટ અને મળી તૂટેલી સીટ. વીડિયો શેર કરીને વ્યક્ત કરી વ્યથા, જુઓ

Bitter experience of woman in Air India flight : ઘણા લોકો એકથી બીજા શહેર અથવા દેશમાં જવા માટે ફલાઇટનો ઉપયોગ કરતા હોય છે અને તેમના ફલાઈટના અનુભવ પણ તેઓ શેર કરતા હોય છે. ઘણીવાર આવા અનુભવના વીડિયો પણ ઘણું બધું શીખવી જાય છે અને કેટલાક કડવા અનુભવોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. હાલ એક મહિલાએ તેના એર ઇન્ડિયા ફલાઇટનો એક એવો જ અનુભવ શેર કર્યો છે, જેમાં તેને 4.5 લાખ રૂપિયાની ટિકિટ ખરીદવા છતાં પણ કડવો અનુભવ થયો.

4.5 લાખની ખરીદી હતી ટિકિટ : 

શ્રેયતિ નામની મહિલાએ દિલ્હીથી ટોરન્ટો જવાની ફ્લાઇટ માટે 4.5 લાખ રૂપિયાની ટિકિટ ખરીદી હતી. પરંતુ મહિલાને તે મુજબની સુવિધાઓ મળી ન હતી. તે તેના પતિ અને બે બાળકો સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટોરોન્ટો જઈ રહી હતી. મહિલાએ ખરાબ સુવિધાઓને લઈને પોસ્ટમાં એર ઈન્ડિયાને પણ ટેગ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટોરી શેર કરતા શ્રેયતિએ કહ્યું કે તેણે ટિકિટ પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા પરંતુ કોઈ સુવિધા મળી નથી.

ફ્લાઇટની હાલત બતાવી :

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુઝરે એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ બતાવી છે અને કહ્યું છે કે તે યોગ્ય રીતે કામ નથી કરી રહી. ઓવરહેડ લાઇટ પણ કામ કરી રહી નથી, જેના કારણે તેણે તેના ફોનની ટોર્ચ વડે બાળકોને મદદ કરવી પડી રહી છે. સીટોની હાલત ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે, મહિલાનું એમ પણ કહેવું છે કે હેન્ડલ તૂટી ગયા હતા પરંતુ તે તેનો ફોટો નથી લઈ શકી. તેમાંથી વાયરો પણ નીકળતા હતા. યુઝરના કહેવા પ્રમાણે, આવી અરાજકતા વચ્ચે મુસાફરી કરવી બિલકુલ સુરક્ષિત ન હતી.

યુઝર્સે પણ અનુભવ કર્યા શેર :

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યા બાદ તે ઝડપથી વાયરલ થઈ ગયો. આ વીડિયોને અંદાજે 30 લાખ વ્યૂઝ મળ્યા છે. તે જ સમયે,ઘણા યુઝર્સ એર ઈન્ડિયાને ટેગ કરતી વખતે તેની અસુવિધા વિશે પણ જાણ કરી. યુઝરે લખ્યું કે ટિકિટની કિંમત પહેલાથી જ આટલી વધારે છે. આ ઉપરાંત મુસાફરોને આરામદાયક મુસાફરી આપવાને બદલે તેઓને આવી અગવડતા વેઠવી પડી રહી છે. તે પણ જ્યારે માતા-પિતા તેમના બાળકો સાથે પ્રવાસ કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Shreyti Garg (@humpty02dumpty)

Niraj Patel