ગુજરાતના માથે આવી રહેલા “બિપરજોય” વાવાઝોડાની અંતરિક્ષથી લીધેલ તસવીરો આવી સામે, જોઈને ભલભલાના રૂંવાડા ઉભા થઇ ગયા, જુઓ વીડિયો

અંતરિક્ષમાંથી આવી “બિપરજોય” વાવાઝોડાની ભયાનક તસ્વીર અને વીડિયો, સાથે ગુજરાતીઓને આપવામાં આવી આ ચેતવણી

Biparjoy From Space Station : હાલ ગુજરાત એક મોટા સંકટનો સામનો કરવા માટે તૈયાર છે. ગુજરાતમાં “બિપરજોય” નામનું એક ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં છે. ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા મળવાની છે. આ વાવાઝોડું આજે સાંજ સુધીમાં કચ્છના જખૌ બંદર સુધી ટકરાય તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ત્યારે આ વાવાઝોડું આવે એ પહેલા જ તેની અસર દેખાઈ રહી છે. દરિયો અશાંત છે અને મુંબઈથી કેરળના દરિયાકાંઠે દરિયામાં તોફાની મોજાઓ ઉછળી રહ્યાં છે. આ દરમિયાન તેની સ્પેસમાંથી લેવામાં આવેલી તસવીર સામે આવી છે. આ ફોટો યુએઈના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી લીધો હતો. સાથે જ તેમણે લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.

યુએઈના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ અગાઉ 13 જૂને પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. તેણે આ વીડિયો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી શૂટ કર્યો છે. આ વીડિયોમાં અરબી સમુદ્ર પર ઉષ્ણકટિબંધીય ચક્રવાત જોઈ શકાય છે. તેણે દરેકને સુરક્ષિત રહેવાનું કહેતા ISS વિશે જણાવ્યું.

તેઓએ લખ્યું છે કે ISS ઘણી કુદરતી ઘટનાઓ પર એક અનોખો પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે, જે નિષ્ણાતોને પૃથ્વી પર હવામાનનું નિરીક્ષણ કરવામાં મદદ કરી શકે છે. આ સાથે જ તેણે અંતરિક્ષમાંથી લીધેલી અરબી સમુદ્રની કેટલીક તસવીરો પણ શેર કરી છે. અગાઉ હવામાનશાસ્ત્રીઓ આ અંગે ચેતવણી જાહેર કરી ચૂક્યા છે.

હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે 14 જૂન સુધીમાં તે ઉત્તર તરફ અને પછી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા તરફ આગળ વધશે, જેને તે 15 જૂનની બપોર સુધીમાં પાર કરશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ત્રણેય દળોને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની સાથે એલર્ટ મોડ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

દરમિયાન, ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે અરબી સમુદ્રમાંથી ઉછળેલું ચક્રવાત બુધવારે ગુજરાતના કચ્છ વિસ્તાર અને તેની નજીકના દક્ષિણ પાકિસ્તાન તરફ ફરી વળવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે છેલ્લા છ કલાકથી બાયપરજોય ખૂબ જ ધીમું પડી ગયું છે અથવા તો કહી શકાય કે વ્યવહારિક રીતે સ્થિર થઈ ગયું છે.

આ એક સંકેત છે કે ચક્રવાતની હિલચાલની દિશા હવે બદલાશે. અમે આશા કરીએ છીએ કે  ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર, કચ્છમાં ટકરાશે. આ ઉપરાંત તે પાકિસ્તાનને અડીને આવેલા માંડવી અને કરાચી વચ્ચેના જખૌ બંદર નજીકના દરિયાકાંઠે આગળ અથડાશે. તેમણે વધુમાં કહ્યું કે હવે જો તેની તીવ્રતા જોવામાં આવે તો ચક્રવાત બિપરજોય થોડું વધારે નબળું પડ્યું છે. પરંતુ ચક્રવાત ગુરુવારે સાંજે “ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન” ​​તરીકે દરિયાકાંઠે ત્રાટકે તેવી ધારણા છે, જેમાં મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હવામાનશાસ્ત્રીઓએ એમ પણ કહ્યું છે કે ચક્રવાતની અસરરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થઈ શકે છે. હવામાન કચેરીએ અધિકારીઓને ગીર, સોમનાથ અને દ્વારકા જેવા લોકપ્રિય સ્થળો પર પ્રવાસીઓની અવરજવરને પ્રતિબંધિત કરવા જણાવ્યું છે અને લોકોને સલામત સ્થળોએ રહેવા વિનંતી કરી છે.

Niraj Patel