એક લગ્ન આવા પણ ! મંદિરમાં પૂજા કરવા ગયા હતા પ્રેમી પંખીડા, ગામવાળાએ પકડી કરાવી દીધા લગ્ન

કહેવાય છે કે પ્રેમ છુપાએ નથી છૂપાતો…તેમાં પણ વાત જ્યારે જીવવા મરવાની કસમ ખાવાની અને સાત જન્મો સુધી સાથ નિભાવવાની હોય તો પ્રેમી-પ્રેમિકામાં સંપૂર્ણ સમર્પણનો ભાવ આવી જ જાય છે. જો તેમાં પરિવારની મરજી મળી જાય અને સંયોગ એવા બની જાય કે વિચાર્યા વગર જ લગ્ન પણ થઇ જાય તો શું કહેવું. આવો જ એક મામલો બિહારના મુંગેરથી સામે આવ્યો છે. અહીં એક પ્રેમી-પ્રેમિકા સાથે અચાનક કંઈક એવું થયું કે બંને આશ્ચર્યચકિત થઈ ગયા.

ભલગુડી કુમારી ભારતીનો પ્રેમસંબંધ ઈટારસી રેલવેમાં ટ્રેક મેનના પદ પર કાર્યરત સંપૂર્ણાનંદ સાથે હતો. કુમારી ભારતી અને ભાગલપુરના સુલતાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મંઝલી ગામના સંપૂર્ણાનંદ સોમવારે દેવઘરા મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. પૂજા પછી બંને નોનાજી પંચાયતના વિકાસ ભવનમાં વાતચીત કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન ગ્રામજનોએ તેમને પકડી લીધા અને ત્યારબાદ હોબાળો મચી ગયો.

ગામવાસીઓએ આ વાતની જાણ પંચાયતના વડા અને બ્લોકના મુખ્ય પ્રતિનિધિને કરી. આ બંને પણ ત્યાં પહોંચ્યા અને પ્રેમી યુગલ સાથે વાત કરી. તે પછી સંમતિથી બંનેએ લગ્ન કરી લીધા હતા. આ અંગે પ્રેમી સંપુર્ણાનંદે જણાવ્યું કે અમે બંને પહેલીવાર ઇટારસીમાં જ મળ્યા હતા. મારા પિતરાઈ ભાઈના લગ્ન મારી ગર્લફ્રેન્ડની બહેન સાથે થયા છે અને ભારતી મારી સાળી લાગે છે. આ પછી તેઓ એકબીજાને મળવા લાગ્યા અને 2019માં બંનેએ સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી, જે આજે પૂરી થઈ.

આ બાબતે ગર્લફ્રેન્ડ કુમારી ભારતીએ જણાવ્યું કે બંને એકબીજાને પ્રેમ કરે છે. આજે તે ખૂબ જ ખુશ છે. લગ્ન બાદ બંને પ્રેમીપંખીડા ખુબ ખુશ દેખાઈ રહ્યા હતા. આ લગ્ન જોવા માટે આસપાસના લોકોની ભીડ પણ ઉમટી પડી હતી. આ લગ્નની ચર્ચા દિવસભર વિસ્તારમાં ચાલતી રહી. લગ્ન અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

Shah Jina