હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે ગયો હતો પોલીસનો આ જવાન પરંતુ સારવાર દરમિયાન એવું બન્યું કે સીધું જ મળી ગયું મોત, જાણો સમગ્ર મામલો

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા વાળા ચેતી જજો: બે મહિના પછી તો ઘોડીએ ચઢવાનું હતું, ત્યાં લગ્નની તૈયારીમાં ખુશ વરરાજા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું વિચાર્યું, અને મળ્યું મોત, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

દરેક વ્યક્તિ પોતાના દેખાવમાં થોડો બદલાવ ઈચ્છતો હોય છે અને આજે ટેક્નોલોજી પણ એટલી આગળ નીકળી ગઈ છે કે દરેક સમસ્યાનું સમાધાન છે, જો કોઈ વ્યક્તિને માથામાં વાળ જતા રહેતા હોય તો તેના માટે પણ હેર ટ્રાન્સપ્લાંટની સુવિધા થઇ ગઈ છે, પરંતુ આ હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું એક પોલીસ જવાનને ભારે પડી ગયું.

હેર ટ્રાન્સપ્લાન્ટ માટે પટના આવેલા બિહાર મિલિટરી પોલીસના 28 વર્ષીય સૈનિક મનોરંજન પાસવાનનું શેખપુરાથી અવસાન થયું હતું. આ મામલો પટનાના શ્રી કૃષ્ણપુરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મૃતક જવાનના ભાઈ કે જેઓ આઝમ નગર પોલીસ સ્ટેશનના SI છે, તેમને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેનો ભાઈ મનોરંજન પાસવાન શેખપુરાથી પટનાના બોરિંગ રોડ ઉપર સ્થિત હેર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ સ્કિન કેર સેન્ટરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ 9 માર્ચે શેખપુરા સ્થિત પોતાના ઘરે પરત ફર્યો હતો.

પરંતુ તે જ દિવસે તેની તબિયત બગડવા લાગી, ત્યારબાદ તે ફરીથી 10 માર્ચે હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકમાં પહોંચ્યો જ્યાં તેની સારવાર કરવામાં આવી પરંતુ જવાનની હાલત વધુ બગડવા લાગી ત્યારબાદ તેને રૂબન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં 11 માર્ચ સવારે જવાનનું મોત નીપજ્યું.

મૃતકના ભાઈ ગૌતમના જણાવ્યા મુજબ, હેર ટ્રાન્સપ્લાન્ટ કરનારને આ વાતની જાણ થતાં જ તે મૃતકના તમામ દસ્તાવેજો લઈને ભાગી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ અમે બધા પટના પહોંચ્યા, જ્યાં આજે સવારે પાટલીપુત્ર પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધ્યા બાદ અમે મૃતકને પોસ્ટમોર્ટમ માટે પીએમસીએચમાં લાવ્યા છીએ.

ગૌતમે કહ્યું કે જ્યાં તેનું મૃત્યુ થયું તે જગ્યા પાટલીપુત્ર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે અને જ્યાં તેણે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું તે એસકે પુરી પોલીસ સ્ટેશન હેઠળ આવે છે, તેથી જ પાટલીપુત્ર પોલીસ સ્ટેશને નિવેદન નોંધ્યું છે અને તે નિવેદન એસકે પુરી પોલીસ સ્ટેશનને સોંપશે. જે બાદ FIR નોંધવામાં આવી હતી.  મૃતકના ભાઈ ગૌતમે જણાવ્યું કે ભાઈના લગ્ન 11 મેના રોજ થવાના હતા, જેના માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી, કાર્ડ પણ પ્રિન્ટ કરાવવા માટે આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મૃતકના ભાઈએ એમ પણ જણાવ્યું કે સ્કિન કેર સેન્ટરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ માટે 51000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ડાઉન પેમેન્ટના રૂપમાં મનોરંજને 11,767 રૂપિયા ઓનલાઇન પેમેન્ટ પણ કરી દીધું હતું, જેના બાદ 4000 રૂપિયા દર મહિને EMIના રૂપમાં આપવાના હતા. સેન્ટરના સંચાલકોએ એવો વિશ્વાસ અપાવ્યો હતો કે હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેના વાળ લાંબા અને ઘાટા થઇ જશે, એમ પણ કહ્યું હતું કે તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નહિ થાય.

Niraj Patel