કતારમાં ગિરફતાર 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને નહિ થાય ફાંસી, ભારતની મોટી કૂટનીતિક જીત

કતારમાં મોતની સજા મેળવનારા 8 ભારતીયોને મોટી રાહત, હવે નહિ મળે ફાંસી

કતારમાં બંધ 8 ભારતીયોને મોટી રાહત, ફાંસીની સજાથી બચી ગયા, હવે શું થશે ભવિષ્ય

કતારમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ નેવી અધિકારીઓની મૃત્યુદંડ પર રોક લગાવવામાં આવી છે. ગયા વર્ષે કતારમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને કતારની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય પર ભારત સરકારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ભારતીય નૌકાદળના આ તમામ આઠ ભૂતપૂર્વ અધિકારીઓ ગયા વર્ષના ઓગસ્ટથી કતારની જેલમાં છે. કતારે હજુ સુધી આ તમામ પૂર્વ અધિકારીઓ પર લાગેલા આરોપો અંગે માહિતી આપી નથી. જો કે, આ કેસથી પરિચિત લોકોનું કહેવું છે કે આ તમામ પર જાસૂસીનો આરોપ છે.

કતારમાં ગિરફતાર 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને નહિ થાય ફાંસી

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “દહરા ગ્લોબલ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નેવી ઓફિસર અંગેનો આજના નિર્ણય પર ગૌર કર્યુ છે, જેમાં સજા ઘટાડવામાં આવી છે. અમે કતાર કોર્ટ ઓફ અપીલના વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ સંબંધમાં એક લેખિત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફાંસીની સજાને કેદમાં પરિવર્તિત કરવાની માહિતી આપવામાં આવી છે.

અમે અમારા આગળના પગલાં નક્કી કરવા માટે કાનૂની ટીમ સાથે પણ કામ કરી રહ્યા છીએ – અમે પરિવારના સભ્યો સાથે પણ સંપર્કમાં છીએ.” નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “આજે કતારની અપીલ કોર્ટ, અમારા રાજદૂત અને અન્ય અધિકારીઓ સાથે, સજા પામેલા અધિકારીના પરિવારના સભ્યો પણ હાજર હતા.

8 ભારતીયોને મોટી રાહત

કેસની શરૂઆતથી જ અમે તેમની સાથે ઊભા છીએ અને આગળ જતાં તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડતા રહીશું, અને આ મામલો કતારના સત્તાવાળાઓ સાથે પણ ઉઠાવવાનું ચાલુ રાખશે. મામલાની ગંભીરતા અને જરૂરી ગુપ્તતાને જોતાં, અમે આ સમયે વધુ ટિપ્પણી કરી શકીએ નહીં. તે યોગ્ય રહેશે નહીં.” આ તમામ લોકો કતારમાં ખાનગી કંપનીમાં કામ કરતા હતા.

આ કંપની કતારી એમિરી નેવીને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીનું નામ દહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ છે. કંપની પોતાને કતાર સંરક્ષણ, સુરક્ષા અને અન્ય સરકારી એજન્સીઓના સ્થાનિક ભાગીદાર તરીકે વર્ણવે છે. રોયલ ઓમાન વાયુસેના રિટાયર્ડ સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ અજામી આ કંપનીના સીઈઓ છે.

પ્રમુખ પુરસ્કાર વિજેતા કમાન્ડર પૂર્ણન્દુ તિવારી પણ કતાર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ નૌસૈનિકોમાંથી છે. વર્ષ 2019માં તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પ્રવાસી ભારતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પૂર્ણન્દુ તિવારી ભારતીય નૌકાદળમાં ઘણા મોટા જહાજોને સંભાળી ચૂક્યા છે.

Shah Jina