પૃથ્વી નજીક આવી રહી છે તબાહી, પરમાણુ બોમ્બ કરતા 30 ગણો છે શક્તિશાળી

વર્ષ 2022 શરૂ થઈ ગયુ છે. એક તરફ કોરોના મહામારી તો બીજી તરફ વિશ્વના કેટલાક ભવિષ્યવેતાઓ એવી ભવિષ્યવાણી પણ કરી છે કે આવનારા સમયમાં ઘણી તબાહી આવશે. વૈજ્ઞાનિકોએ એવી માહિતી આપી છે જેનાથી દરેક લોકોના મગજમાં ભય પેદા થયો છે.

વૈજ્ઞિનિકોએ કહ્યું છે કે, એક એસ્ટોરોઈડ ધરતીની નજીક આવી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ એસ્ટોરોઈડ પરમાણુ બોમ્બ કરતા 30 ગણો વધુ શક્તિશાળી છે. આ એસ્ટોરોઈડનું નામ અપોફિસ છે જેને તબાહીનો દેવતા પણ કહેવામાં આવે છે.

આ અંગે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, તે 2029ના એપ્રીલ મહિનામાં ધરતીની નજીક આવશે, પહેલા વૈજ્ઞાનિકોને એવુ લાગતુ હતુ કે તે 2068ની આસાપસ પૃથ્વીની નજીક આવશે પરંતુ તેમનુ અનુમાન ખોટુ સાબિત થયું હતું.

આ અંગે રશિયાના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે અપોફિસ એસ્ટોરોઈડ પૃથ્વીથી 39 હજાર કિલો મીટરના અંતરેથી આવશે. એક રિપોર્ટ પ્રમાણે આટલા દૂર વિસ્તારમાં જ સેટેલાઈટ ગોઠવવામાં આવે છે જેનાથી ચેનલોનું પણ પ્રસારણ થાય છે.

હવે સૌથી મોટો ડરનો માહોલ એટલા માટે છે કે તે એટલો શક્તિશાળી છે કે જો તે પૃથ્વી સાથે ટકરાશે તો 88 કરોડ ટન TNTના વિસ્ફોટ બરાબર વિશ્વમાં તબાહી મચાવશે. ધરતી નજીક આવી રહેલા આ એસ્ટોરોઈડની પહોળાઈ 1115 ફૂટ છે.

આ અંગે વૈજ્ઞનિકોએ જણાવ્યું કે અપોફિસ એસ્ટોરોઈડ ફ્રાન્સના ઍફીલ ટાવરથી પણ મોટો છે. આ એસ્ટોરોઈડની શોધ વર્ષ 2004માં અમેરિકાએ કરી હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે સૂર્યના પ્રકાશને કારણે તે વધુ ગરમ થઈ ગયો છે. આ વિશ્વ માટે મોટી મુસિબત સાબિત થઈ શકે છે.

જેમ જેમ આ એસ્ટોરોઈડ ધરતી નજીક આવતો જશે તેમ તેમ તેના વિશે વિસ્તૃત માહિતી મળતી જશે. જો કે રાહતની વાત એ છે કે આ એસ્ટોરોઈડ પૃથ્વી સાથે ટકરાવાની સંભવના નથી. જો કે ધરતીની નજીકથી પસાર થશે તે નક્કી છે અને વૈજ્ઞાનિકો તેને મોટી ઘટના માની રહ્યા છે. કારણ કે આટલા વર્ષોમાં પહેલીવાર કોઈ આવડો મોટો એસ્ટોરોઈડ ધરતીની નજીક આવી રહ્યો છે.

વૈજ્ઞનિકોએ જણાવ્યું છે કે આ એસ્ટોરોઈડની લંબાઈ સતત વધી રહી છે. તે નિકલ અને લોખંડતી બનેલો છે તેના પર વિશેષ અભ્યાસ કરવાની જરૂર છે, આ એસ્ટોરોઈડથી ઉપગ્રહ અને અંતરિક્ષ સ્ટેશનને કોઈ ખતરો નથી.

YC