ખબર

ડોક્ટરો એ 6 કલાક મહેનત કરી પછી 20 વર્ષીય યુવતીના પેટમાંથી નીકળી એવી વસ્તુ કે, ડોકટરો ચકિત થઇ ગયા

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક ચોંકાવનાર ઘટના સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ દ્વારા એક યુવતીના પેટમાંથી 16 કિલોનું ટ્યુમર બહાર કાઢવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ભોપાલમાં એક પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોએ એક યુવતીના પેટમાંથી 16 કિલોગ્રામનું ટ્યૂમર બહાર કાઢ્યુ છે. ડોક્ટરોએ રવિવારે 6 કલાકની સર્જરી બાદ 20 વર્ષની યુવતીના પેટમાંથી 16 કિલોગ્રામનું ટ્યૂમર કાઢવામાં આવ્યું હતું.

હોસ્પિટલના મેનેજરે જણાવ્યું કે યુવતીની ઓવરી પાસે ટ્યૂમર હતું અને સર્જરી સફળ રહી હતી. યુવતીની સ્થિતિ હવે સારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુવતી મધ્યપ્રદેશના રાજગઢમાં રહે છે અને બે દિવસ પહેલાં તે હોસ્પિટલ આવી હતી. તેનું ટ્યૂમર ખૂબ જ મોટું હતું અને તેને ભોજન કરવામાં અને ચાલવામાં મુશ્કેલી થતી હતી. આ ટ્યુમરને ડિમ્બગ્રંથિ ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. યુવતીનું વજન 48 કિલો અને ટ્યૂમરનું વજન 16 કિલો હતું.

તમને જણાવી દઇએ કે, ડિમ્બગ્રંથિ એટલે અંડાશય કેન્સર. આ કેન્સરમાં ઓવરીમાં નાના-નાના સિસ્ટ બની જતી હોય છે. યૂટ્રસ કેન્સર થાય ત્યારે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવી શકે છે. ડિમ્બગ્રંથિ કેન્સર એટલે અંડાશયમાં કોઇપણ જાતના કેન્સરનો વિકાસ થવો. ડિમ્બગ્રંથિ કેન્સર અંડાશયની બહારના સ્તરથી ઉત્પન્ન થાય છે.