ભાવનગરમાં જનેતા જ બની જમ : એક માતાએ તેના જ બંને બાળકોને તળાવમાં ડૂબાડી ડૂબાડી મોતને ઘાટ ઉતાર્યા

હે ભગવાન,માતાનો જીવ કેમ ચાલ્યો હશે ? સગી મા એ બંને બાળકોને તળાવમાં ડૂબાડી ડૂબાડી મોતને ઘાટ ઉતાર્યા, પતિએ નોંધાવી પત્ની વિરૂદ્ધ ફરિયાદ

ભાવનગરના સિંહોરમાં એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની વિગત પ્રમાણે એક માતાએ તેના બે બાળકોને પાણીમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દીધા અને પત્ની વરૂદ્ધ પતિએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સિહોરના સોનગઢ ગામના રબારીવાસમાં રહેતા અને હાલમાં ભાવનગરની લાલટાંકી પાસે ભાડે રહેતા સુનિતાબેન તેમના પતિ અજયભાઇ જે ભાવનગરમાં હિરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે તેઓ અને તેમના બંને બાળકો સાથે રહે છે. છેલ્લા કેટલાક સમયથી આ પતિ પત્ની વચ્ચે અનબન થઇ રહી છે અને નાની નાની વાતમાં ઝઘડા થઇ રહ્યા છે જે બાબતે સુનિતાાબેને રાજપરા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા આવી બે બાળકોને તળાવમાં ફેકી દીધા અને તેમનો જીવ લઇ લીધો તે બાદ તેઓએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની જાણ સ્થાનિકોએ આ મહિલાના પતિને કરી અને તે બાદ બાળકોને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. આ બનાવ અંગે અજયભાઇએ તેમની પત્ની વિરૂદ્ધ સિહોર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાને લઇને શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. પોલિસ અને સ્થાનિક તરવૈયાઓએ બંને બાળકોની શોધખોળ શરૂ કરી હતી અને તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓને તબીબો દ્વારા મૃત જાહેર કરાયા હતા.

બાળકોના પિતાએ જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક સમયથી તેમના અને તેમની પત્ની વચ્ચે ઘરકંકાસ થતો હતો અને તે જ કારણે તેણે મારા બંને બાળકોને પાણીમાં ડૂબાડી મારી નાખ્યા. સિહોર પોલિસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Shah Jina