કોમેડિયન ભારતી સિંહે 3 એપ્રિલના રોજ બેબી બોયને જન્મ આપ્યો હતો. પતિ હર્ષ લીમ્બાચીયાએ સોશિયલ મીડિયા પર પેરેન્ટ્સ બનવાની ખુશી વ્યક્ત કરી હતી. પુત્રના જન્મના એક દિવસ પહેલા સુધી ભારતી સિંહ શૂટિંગ કરી રહી હતી. તેના કામ પ્રત્યે આ લગાવ જોઈને લોકોએ તેના ખુબ વખાણ કર્યા હતા અને લોકો તેને પ્રેરણા કહી રહ્યા હતા. પુત્રના જન્મ પછી ભારતી સોશિયલ મીડિયા પર એક્ટિવ તો હતી જ પરંતુ હવે તે તેના કામ પર પણ પાછી આવી ગઈ છે અને ખુબ જ ખુશ દેખાઈ રહી હતી.
ભારતીએ ડિલિવરીના છેલ્લા દિવસ સુધી શૂટિંગ સેટ પર કામ કરતા નજર આવી હતી. તેવામાં હવે ફરી એક વખત ભારતીએ વાપસી કરી લીધી છે. ડિલિવરીના ફક્ત 12 દિવસ પછી ભારતી સિંહ ‘હુનરબાઝ’ના સેટ પર પાછી આવી ગઈ છે. આ દરમ્યાન પેપરાજીએ તેને સ્પોટ કરી હતી અને તેની સાથે થોડી વાતચીત કરી હતી. વીડિયોમાં ભારતી સિંહને કહેતા સાંભળી શકાય છે કે ‘હું આજે ખુબ રડી હતી કેમકે બાળક ખુબ નાનું છે ફક્ત 12 દિવસનું જ છે પણ શું કરીએ કામ કામ છે’.
લાફ્ટર કવીન જતા જતા ચાહકોને હસાવીને ગઈ. જયારે તેને આલિયા અને રણબીરના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો હતો કે ‘ખુબ ખુબ શુભકામના અમને બોલાવ્યા હતા પરંતુ અમે જઈ શક્યા નહિ કેમ કે બાળક ખુબ નાનું છે હજી.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તરફથી પ્રતિક્રિયા મળી રહી છે.
View this post on Instagram
કેટલાક લોકોએ ભારતીના વખાણ કર્યા છે અને તેના હાર્ડ વર્કના વખાણ કર્યા હતા તો કેટલાક લોકોએ ચિતા કરતા લખ્યું હતું કે ઓછામાં ઓછો એક મહિનો આરામ કરવો જોઈએ. તેમજ કેટલાક લોકો એવા પણ હતા જેમણે ભારતીને પૈસાની લાલચી પણ કહ્યું હતું.