બોલિવૂડમાંથી માઠા સામાચાર સામે આવ્યા છે. જેમાં પીઢ હિન્દી અને બંગાળી સિનેમાની અભિનેત્રી મુનમુન સેનના પતિ અને બોલિવૂડ અભિનેત્રી રાઈમા અને રિયા સેનના પિતા ભરત દેવ વર્માનું મંગળવારે (19 નવેમ્બર) અવસાન થયું છે. 83 વર્ષની ઉમરે ભરત દેવ વર્માએ કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા છે.
મળતી માહિતી મુજબ, ભરત દેવ વર્માની અચાનક તબિયત લથડી હતી, જે બાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ એમ્બ્યુલન્સ ઘરે પહોંચે તે પહેલા જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ સમયે સમગ્ર પરિવાર આઘાતમાં છે.
મમતા બેનરજીએ શોક વ્યક્ત કર્યો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભરત દેવ વર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાયમા સેન હાલમાં જયપુરમાં શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ તેના પિતાના નિધનના સમાચાર સાંભળતા જ તે કોલકાતા જવા રવાના થઈ ગઈ છે.
ભરત દેવ વર્મા રાજવી પરિવારના હતા
ભરત દેવ વર્મા ત્રિપુરાના રાજવી પરિવારના હતા. તેમની માતા ઇલા દેવી કૂચ બિહારની રાજકુમારી અને જયપુરની રાણી ગાયત્રી દેવીની મોટી બહેન હતી. ભરત દેવ વર્માની દાદી ઈન્દિરા વડોદરાના મહારાજા સેરજી રાવ ગાયકવાડ ત્રીજાની એકમાત્ર પુત્રી હતી.
Saddened by the demise of Bharat Dev Varma, the husband of filmstar Moon Moon Sen, and himself a great well-wisher of mine.
He was indeed very loving and affectionate to me and I shall always treasure his memories. He truly considered me as part of his family and his demise is…
— Mamata Banerjee (@MamataOfficial) November 19, 2024