સૌભાગ્યશાળી હોય છે આ 3 રાશિઓ, તેમને મળે છે શિવજીના ખાસ આશીર્વાદ

જીવનમાં રાશિ ઉપર આપણો ઘણો આધાર રહેલો હોય છે. આપણી રાશિ પ્રમાણે આપણા ભાગ્યનું પણ ઘડતર થતું હોય છે. ઘણા લોકો મહેનત કરતા હોવા છતાં પણ તેમને ધાર્યા પરિણામ મળતા નથી ત્યારે તે જ્યોતિષ પાસે જઈને સલાહ લેતા હોય છે ત્યારે જ્યોતિષ પણ તેમની રાશિ પ્રમાણે તેમને ક્યાં ગ્રહ અને નક્ષત્ર દ્વારા મુશ્કેલી આવી રહી છે તે જણાવે છે. આજે અમે તમને એવી જ ત્રણ રાશિઓ જણાવીશું જેના ઉપર ભગવાન શિવજીની વિશેષ કૃપા રહેલી હોય છે. અને ભગવાન ભોલેનાથ હંમેશા તેમની કૃપા તેમના ઉપર વરસાવે છે.

1. મેષ રાશિ:
શિવજીને મેષ રાશિ ખુબ જ પ્રિય છે. આ રાશિના જાતકોના જીવનમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ રહેલા હોય છે. તેમને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે. ઓછી મહેનત કરવા છતાં તેમના બધા જ કામો પૂર્ણ થાય છે. ભવિષ્યમાં પણ તમે ભગવાન શંકરની કૃપા દૃષ્ટિ મેળવવા માંગો છો તો સોમવારના દિવસે શિવલિંગ ઉપર જળાભિષેક કરવો જરૂર કરવો. શ્રાવણ માસમાં ભગવાન શિવજીના શિવલિંગ ઉપર જળ ચઢાવવાની સાથે ૐ નમઃ શિવાયનો મંત્ર જાપ પણ કરવો.

2. મકર રાશિ:
મકર રાશિના જાતકો ઉપર શિવ અને શનિદેવ બંનેની કૃપા વરસે છે. આ રાશિના જાતકોએ શિવની આરાધના જરૂર કરવી જોઈએ. ભોલેનાથના આશીર્વાદ તેમને જલ્દી જ પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી જ મકર રાશિ ઉપર આવવા વાળી મુસીબતોનો ભાર ઓછો થાય છે. મકર રાશિના જાતકોએ પોતાની રાશિમાં શિવજીના આશીર્વાદ બનાવી રાખવા માટે શિવલિંગ ઉપર જળાભિષેક કરવો જોઈએ. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી પણ તમને લાભ મળશે.

3. કુંભ રાશિ:
કુંભ રાશિના જાતકો પણ ખુબ જ ભાગ્યશાળી હોય છે. મકરની સાથે કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે. આ બને રાશિઓ ઉપર મહાદેવની વિશેષ કૃપા હોય છે. કુંભ રાશિના જાતકોએ પણ શિવજીની આરાધના કરવી જોઈએ. શ્રાવણ મહિનામાં ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આવનારા સમયમાં પણ તમારા કષ્ટોમાંથી રાહત મળશે.

YC