વિદ્યાર્થીઓએ ટીચરના ફેરવેલ પર કર્યો એવો પ્રૈંક કે ઇમોશનલ રિએક્શન થયુ વાયરલ

બેંગલુરુની ક્રાઇસ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેમના ક્લાસ ટીચરને તેમની ફેરવેલના દિવસે એક અનોખા પ્રૈંકથી સરપ્રાઇઝ કરી દીધા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને હૃદયસ્પર્શી ક્ષણ કહી રહ્યા છે. એટલું જ નહીં, લોકો પ્રશંસાથી ભરપૂર લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા પોતાનો પ્રેમ પણ વરસાવી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ યુઝર Monsy દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં લડવાનું નાટક કરી રહ્યા છે. જ્યારે ટીચર પરિસ્થિતિ સંભાળવા આવે છે, ત્યારે વાતાવરણ અચાનક બદલાઈ જાય છે. વિદ્યાર્થીઓ ખુશીથી કૂદે છે, તાળીઓ પાડે છે અને કેક સાથે સરપ્રાઈઝ પાર્ટી શરૂ કરે છે. આ વીડિયો અત્યાર સુધીમાં 4 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને હજારો યુઝર્સે તેને લાઈક કર્યો છે. વીડિયોના અંતે શિક્ષકની ભાવનાત્મક પ્રતિક્રિયા બધાને ભાવુક કરી દે છે.

ટીચર વિદ્યાર્થીઓ તરફથી મળેલ આ ખાસ વિદાયથી સરપ્રાઇઝ થઇ જાય છે અને ખુશીથી તેમને ગળે લગાવે છે. આ હૃદયસ્પર્શી વીડિયો જોઇ એક યુઝરે લખ્યું, સર અસલી લેજેંડ છે, દરેક શિક્ષક આવા પ્રેમને પાત્ર છે. બીજા એક યુઝરે કહ્યું, આ માત્ર મજાક નહોતી પણ શિક્ષક પ્રત્યે પ્રેમ અને આદરની અભિવ્યક્તિ હતી. બીજા એક યુઝરે લખ્યું, શિક્ષકને મળતો સૌથી મોટો પુરસ્કાર વિદ્યાર્થીઓનો પ્રેમ અને આદર છે.

 

View this post on Instagram

 

A post shared by MONSY (@monsoon.dey)

Previous Article

પવન સિંહના ભોજપુરી ગીતે મચાવી ધમાલ, સોનમ મલિક સાથે વિખેર્યો રોમાન્સનો જલવો

Next Article

ડીપ નેક બ્લેક એન્ડ વ્હાઇટ કોર્સેટ ટોપમાં તમન્ના ભાટિયાએ લગાવી આગ, વાયરલ થયા હોટ PHOTOS

error: Protected Content!