ગરીબો સાથે મંદિર બહાર એકતા કપૂરે કર્યુ એવું વર્તન કે જોઇને લોકો બોલ્યા- પદ્મશ્રી પાછો લો…

બીભત્સ ગંદી XXX વેબ સીરીઝ બાદ હવે આ કારણે ટ્રોલ થઇ રહી છે એકતા કપૂર, લોકો બોલ્યા- આવું તો જાનવર…

ફિલ્મમેકર એકતા કપૂરની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં, બિહારના બેગુસરાયની એક અદાલતે એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યાના અહેવાલો છે અને હવે તે સોશિયલ મીડિયા પર તેના એક એક્શન માટે ઘણી ટ્રોલ થઈ રહી છે.ધરપકડ વોરંટ જારી થયા બાદ હવે એકતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોએ ફરી એકવાર તેના પર નિશાન સાધ્યું છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ફિલ્મમેકરને ટ્રોલ કરી રહ્યા છે.

આવો જાણીએ શું છે સમગ્ર મામલો – જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે મંદિરની બહારનો છે. અહીં એકતા ગરીબોને ફળ વહેંચતી જોવા મળે છે. આ સાંભળીને તમે પણ વિચાર્યું હશે કે આમાં ખોટું શું છે ? ગરીબોની મદદ કરવા બદલ તેને કેમ ટ્રોલ કરવામાં આવે છે ? તો જણાવી દઇએ કે, એકતા કપૂરની ગરીબોને ફળ આપવાની રીત યુઝર્સને પસંદ નથી આવી રહી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એકતા લાંબા અંતરથી ફળ ફેંકી રહી છે અને લોકોને આપી રહી છે.

તેની આ રીત લોકોને પસંદ ન આવી અને તેને કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો @AnveshkaD નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો જોયા બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. યુઝર્સ ફિલ્મમેકરને ઘણું સંભળઆવી રહ્યા છે. નેટીઝન્સનું કહેવું છે કે બ્રિટિશરો પછી માત્ર બોલિવૂડ સેલેબ્સ અને ઉચ્ચ વર્ગના લોકો છે જેઓ ગરીબોને અછૂત માને છે,

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તે ખૂબ જ શરમજનક છે. લોકો જાનવરો સાથે પણ આવું વર્તન કરતા નથી.સાથે જ યુઝર્સને ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ પદ્મશ્રી પુરસ્કાર પરત લેવાની માંગ કરી રહ્યા છે. યુઝરના આ વર્તન પર યુઝર્સ #shame on Ekta kapoor જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. આટલું જ નહીં, કેટલાક યુઝર્સે એકતાના આ એક્ટ પર એમ પણ કહ્યું કે #boycott bollywood ટ્રેન્ડ એકદમ યોગ્ય છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો જૂનો છે.

તાજેતરમાં જ એકતા તેની વેબ સીરીઝ ‘XXX’ સીઝન 2 માટે હેડલાઈન્સમાં આવી હતી. વેબ સિરીઝમાં ઘણા વાંધાજનક દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા. આમાંથી એક સીન માટે એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

Shah Jina