પેટ્રોલ ભરાવવા જાવ ત્યારે તમે પણ ઝીરો ઉપર નજર રાખો છો ? પરંતુ આ કર્મચારીએ ગ્રાહકને ઝીરો જોવા છતાં એવો ચૂનો લગાવ્યો.. જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયામાં રોજ હજારો પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવો ફની હોય છે કે તેને જોતા જ રહેવાનું મન થાય. તો ઘણા કન્ટેન્ટ ક્રિએટર દ્વારા એવા ફની વીડિયો બનાવવામાં આવે છે જેમાં એક મેસેજ સાથે કોમેડી પણ જોવા મળે છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આજે દરેક લોકોની એક જ સમસ્યા છે, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ. આ ઉપરાંત ઘણા પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડી પણ કરવામાં આવતી હોય છે અને ઘણા લોકો તેમાં છેતરાઈ પણ જતા હોય છે. ત્યારે હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં પેટ્રોલ પંપનો કર્મચારી ગ્રાહકને છેતરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ગ્રાહક તેનું બાઈક લઈને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે જાય છે અને પેટ્રોલ ભરનારો કર્મચારી ગ્રાહકને કહે છે કે કેટલા રૂપિયાનું નાખું ? ત્યારે ગ્રાહક 40 રૂપિયાનું ભરવા માટે જણાવે છે અને કર્મચારી તેને મીટરમાં ઝીરો જોવા માટે કહે છે. ગ્રાહક પણ કહે છે કે હું ઝીરો જોઇશ કારણ કે તમે લોકો છેતરપિંડી કરો છો.

પરંતુ આ દરમિયાન કર્મચારી પેટ્રોલ ભરવાની નોઝલ બાઈકની ટાંકીમાં નાખવાના બદલે સંતાઈને બાઈક પાસે પ્લાસ્ટિકની ખાલી બોટલ લઈને આવેલા એક વ્યક્તિની બોટલમાં નાખે છે અને તેમાં જ પેટ્રોલ ભરી દે છે. ગ્રાહકને પણ એમ લાગે છે કે તેને બરાબર પેટ્રોલ ભર્યું પરંતુ હકીકતમાં કર્મચારીએ તેને ચૂનો લગાવી દીધો. આ વીડિયો ફક્ત ફની વીડિયો જ હતો, અને તે સ્ક્રીપેટ હતો. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel