બપ્પી લહેરીની મૌતથી સદમામાં છે લાડકવાયી દીકરી, પિતાની અર્થી ઉઠતા જ રોઈ પડી

ડિસ્કો કિંગ બપ્પી લહેરી દુનિયાને અલવિદા કહીને જઈ ચુક્યા છે. તેના નિધનથી પુરી ઇન્ડસ્ટ્રી દુઃખમાં છે. એવામાં તેના અંતિમ સફર માટે પરિવાર નીકળી પડ્યો છે. બપ્પીજીના અંતિમ સંસ્કાર માટે તેના પાર્થિવ શરીરને પવન હંસ સ્મશાન ઘાટ લઇ જવામાં આવી રહ્યો છે.

ફૂલોથી શણગારેલા ટ્રકમાં તેના પાર્થિવ શરીરને લઇ જવામાં આવી રહ્યું છે. અંતિમ સફર પર પરિવારના લોકોની રડી રડીને ખરાબ હાલત થઇ રહી છે. પણ સૌથી વધારે દુઃખી બપ્પીજીની દીકરી રીમા લાહિડ઼ી છે.અંતિમ યાત્રામાં રીમાને હૈયાફાટ રુદન કરતા અને જોર જોરથી પોતાના પિતાને બોલાવતી જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

અંતિમ યાત્રાનો આ વીડિયો લોકોને પણ દુઃખી કરી રહ્યો છે. વીડિયોમાં રીમા પિતાની અર્થીની પાછળ ખુલ્લા પગે ચાલી રહી છે અને તેની રડી રડીને ખરાબ હાલત થઇ ગઈ છે. આ દુઃખની ઘડીમાં પરિવારના અન્ય લોકો રીમાને સંભાળી રહેલા દેખાઈ રહ્યા છે. રીમા પપ્પા-પપ્પા કરતી બપ્પીજીને અવાજ આપતી નજરે પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood (@bollywood.mobi)

અંતિમ યાત્રાનો એક અન્ય વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બપ્પીજીનો દીકરો પિતાની અર્થીને ઊંચકતો જોવા મળે છે આ સમયે દીકરાની આંખો આંસુથી છલકાઈ રહી હતી.

Krishna Patel