બનાસકાંઠામાં નદી પરનો જર્જરિત પુલ તોડતી વખતે JCB ચાલકે કર્યું બુદ્ધિનું પ્રદર્શન ? માંડ માંડ બચ્યો જીવ, જુઓ વીડિયો

જર્જરિત બ્રિજને તોડવાનું કામ કરી રહ્યું JCB ત્યારે જ થયું એવું કે પુલ સાથે જ JCB પણ થયું જમીનદોસ્ત, વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણી બધી એવી એવી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે કે તેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણીવાર દૂર કેમેરામાં કોઈની એવી હરકત કેદ થાય છે કે તેને જોઈને આપણે પણ માથું પકડી લઈએ. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તો તમને પણ ખરેખર એમ થશે કે આને તો બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું ?.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક જર્જરતી બ્રિજને તોડવા માટે એક જેસીબી બોલાવવામાં આવે છે અને જેસીબીનો ડ્રાઈવર એક બાજુનો પુલ તોડી નાખી બીજી તરફનો પુલ તોડવા જાય છે, પરંતુ આ દરમિયાન તેને પોતે નીકળવા માટેનો કોઈ રસ્તો નથી રાખ્યો અને તે પુલને તોતડો જ જાય છે.

ત્યારે જ અચાનક જ્યાં જેસીબી ઉભું હતું તેની તરફનો અને સામે જે તરફ જેસીબી બ્રિજને તોડતું હતું તે ભાગ નીચે પડે છે, જેના કારણે જેસીબી પણ નીચે પડે છે, જો કે સારી વાત એ રહી કે આ દુર્ઘટનામાં જેસીબીના ડ્રાઈવરને કઈ થયું નહિ અને તેનો જીવ બચી ગયો. જો કે તેને ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો છે.

આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પાસે આવેલા મરી કંબોઇ વચ્ચેના પુલની કહેવામાં આવી રહી છે. આ પુલ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. જેનું રીપેરીંગ કામ કરવાનું હોવાના કારણે પુલને નીચે ઉતારવા માટેની કામગીરી ચાલી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જ્યારે JCB મશીન પુલને નીચે ઉતારી રહ્યું હતું ત્યારે જ કોઈ સ્થાનિક તેનો વીડિયો દૂરથી કેમેરામાં કેદ કરી રહ્યું હતું. જેમાં જોવા મળી રહ્યું છે કે જેસીબી બ્રિજની ઉપર કામ કરી રહ્યું છે અને ત્યારે જ પુલ ધડામ દઈને પત્તાના મહેલની જેમ કકડભૂસ થઈને નીચે પડે છે. જો કે સારી બાબતે એ રહી કે આ દુર્ઘટનામાં કોઈ જાન હાનિ નથી થઇ. વીડિયોમાં દેખાતો પુલ સરકારી તંત્ર દ્વારા તોડવામાં આવ્યો છે. કારણ કે, આ પુલ 70 વર્ષ જૂનો હોવાથી જર્જરિત હાલતમાં હતો અને એની જગ્યાએ નવા પુલ માટેની સરકારી મંજૂરી પણ મળી ગઈ છે.

Niraj Patel