‘બાલુકા વધૂ’ ની આનંદી થઇ ગઇ છે બોલ્ડ, 27 વર્ષમાં બદલાઇ ગયો આખો લુક, ‘નાગિન 7’ માં થવા જઇ રહી છે એન્ટ્રી? જાણો

તમને 2008ના હિટ ટીવી શો ‘બાલિકા વધુ’ ની નાનકડી આનંદી તો યાદ હશે. આ ભૂમિકા અવિકા ગૌરે નિભાાવી હતી. અવિકા ખૂબ જ નાની ઉંમરથી લોકોના દિલ જીતી રહી છે. હવે અવિકા 27 વર્ષની થઇ ગઇ છે અને તેનો આખો લુક બદલાઈ ગયો છે. અવિકાનું નામ ‘નાગિન 7’ સાથે જોડાઈ રહ્યું છે…પડદા પર ડરેલી, સહેમી અને શરમાળ નાની આનંદી હવે વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ બની ગઈ છે.

અવિકાના ટ્રાંસફોર્મેશનની તસવીરો જોઈને કદાચ તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. અવિકા ગૌરની તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર ખૂબ વાયરલ થાય છે. ઘણા લોકોના મનમાં એ જ છે કે અવિકા આટલી બધી બદલાઈ કેવી રીતે ગઈ ? જણાવી દઈએ કે ‘બાલિકા વધૂ’ પછી અવિકા ગૌરે દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ સ્ટારર શો ‘સસુરાલ સિમર કા’ માં એન્ટ્રી કરી હતી.

આ શોમાં તેણે દીપિકાની બહેનનો રોલ ભજવ્યો હતો. થોડા સમય પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા હતા કે એકતા કપૂરના સુપરનેચરલ ડ્રામા ‘નાગિન 7’ માટે અવિકા ગોરનું નામ ટોચ પર છે. જો અવિકા ગૌર ‘નાગિન 7’ થી ટીવીમાં વાપસી કરે તો તેના ચાહકો માટે તે કોઇ સપનાથી ઓછું નહીં હોય.

જો કે ટીવી એક્ટ્રેસે આ અંગે પ્રતિક્રિયા આપી અને અફવાઓને નકારી કાઢી. અવિકા ગોરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતુ, ‘શું એવું છે?’ મને આ વિશે કેમ ખબર નથી ? આનો અર્થ એ થયો કે તેણે અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું. તે એકતા કપૂરના ‘નાગિન 7’માં જોવા મળશે નહીં. એકતા કપૂરે ફેબ્રુઆરી 2025 માં ‘નાગિન 7’ ની જાહેરાત કરી હતી. તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે તેની ટીમ સાથે બેસીને ‘નાગિન’ ફ્રેન્ચાઇઝીની આગામી સીઝન વિશે ચર્ચા કરી રહી હતી.

જણાવી દઇએ કે, ‘નાગિન 6’ વર્ષ 2022માં ટેલિકાસ્ટ થયો હતો અને 2023 માં બંધ થઈ ગયો હતો. આ શોમાં તેજસ્વી પ્રકાશ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. તેની સાથે સિમ્બા નાગપાલ, મહેક ચહલ અને શ્રેય મિત્તલ હતા. અવિકાનો છેલ્લો ટીવી શો ‘લાડો – વીરપુર કી મર્દાની’ હતો, જે 2009 ની સીરીઝ ‘ના આના ઇસ દેસ લાડો’ ની સિક્વલ હતી.

Previous Article

રેડ વનસ્ટ્રેપ ડ્રેસ પહેરી રેડ વેલવેટ કેક લાગી અવનીત કૌર, ફ્લોન્ટ કર્યુ પરફેક્ટ ફિગર

Next Article

સારા તેંડુલકરના પ્રેમને ના મળી પરિવારની મંજૂરી, મહીનાભરમાં થયુ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથે બ્રેકઅપ ? જુઓ શું ચાલી રહ્યું છે

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨
error: Unable To Copy Protected Content!