લો બોલો…મહીસાગરમાં પોલીસ જ નીકળી ચોર, પોલીસ સ્ટેશનમાંથી જ વિદેશી દારૂ અને પંખાની ચોરી

પોલીસ જ ચોરના કામ કરે તો શું રહ્યું!  ગુજરાત પોલીસની આબરુ જાય તેવું કામ આ પોલીસ કર્મીઓએ કર્યું, પોલીસ સ્ટેશનમાં જ કરી ચોરી

ગુજરાતમાંથી ઘણીવાર ચોરીની ઘટના સામે આવે છે, પણ હાલમાં મહીસાગરમાંથી ચોરીની એક એવી ઘટના સામે આવી કે જેને સાંભળી અને વાંચી બધા જ ચોંકી ઉઠ્યા.ગુજરાત પોલીસની આબરુ જાય એવો કિસ્સો મહિસાગરના એક પોલિસ સ્ટેશનમાંથી સામે આવ્યો. અહીં પોતે લોકોની રક્ષક પોલીસ જ ભક્ષક બની.

મહીસાગરના બાકોર પોલીસ સ્ટેશનમાં એક પોલીસકર્મી દ્વારા પોલિસ સ્ટેશનમાંથી જ ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બાકોર પોલીસ સ્ટેશનાંથી પોલીસ કર્મીઓએ મળીને વિદેશી દારૂ અને પંખાની ચોરી કરી.

Image Source

જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ કે જે 125 નંગ બોટલો અને 15 નંગ પંખા મળી કુલ 1,97,680ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ મામલે પોલીસે બે પોલીસકર્મી, એક જી.આર. ડી જવાન તેમજ ત્રણ હોમગાર્ડ જવાનો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Image Source

ત્યારે પોલીસકર્મીઓ દ્વારા જ ચોરી કરાઈ હોવાની ઘટના સામે આવતા મહીસાગર પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પાંચ લોકોની ધરપકડ પણ કરી લેવાઇ છે. જેમાં અરવિંદ રાયજી ખાંટ, લલિત દાના પરમાર, ખાતું નાના ડામોર, સોમાં ધુલા પગી, રમણ મંગળ ડામોર, દીપક ખાના વણકરના નામ સામેલ છે. ASI સહિત 2 કોન્સ્ટેબલ, GRD અને હોમગાર્ડની આ મામલે સંડોવણી હોવાનું ખૂલ્યુ હતુ.

Shah Jina