સાસુ સામે વહુએ ‘મૈયા યશોદા’ પર કર્યો એવો ડાંસ કે બધા થઇ ગયા ફિદા- જુઓ વીડિયો

વહુના ડાંસ પર સાસુ થઇ ગઇ ખુશ, લોકોને યાદ આવી ‘હમ સાથ સાથે હૈ’ની કરિશ્મા

જો તમે પણ 90ના દશકની બહેતરીના ફિલ્મ “હમ સાથ સાથ હૈ” જોઇ છે તો આ વીડિયો તમારુ દિલ ખુશી કરી દેશે. જે રીતે ફિલ્મમાં કરિશ્મા કપૂરે તેની સાસુને ખુશ કરવા માટે ‘મૈયા યશોદા’ ગીત પર ડાંસ કર્યો હતો, તેવી જ રીતે આ ગીત પર એક વહુએ તેની સાસુ સામે ડાંસ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ છોકરીને જોઈને લોકોને ‘હમ સાથ સાથ હૈ’ની કરિશ્મા કપૂર યાદ આવી ગઈ.

આ ગીત પર ડાન્સ કરતી યુવતીનું નામ ઉર્વિ કાર ચૌધરી છે. ઈન્સ્ટાગ્રામ યુઝર ઉર્વીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “તે એક અવ્યવસ્થિત ડાન્સ હતો, મેં આ ડાન્સ માટે તૈયારી પણ નહોતી કરી. મારા મિત્રોએ માત્ર ગીત વગાડ્યું અને મેં ગીત પર ડાન્સ કર્યો. તે સમયે બધા ખૂબ જ ઉત્સાહિત હતા અને તે સમયે બધા ઘણા ઈમોશનલ પણ થઇ ગયા હતા.” વાયરલ વીડિયોમાં ઉર્વી સુંદર લાલ સાડીમાં જોવા મળે છે.

તે 90ના દાયકાની ક્લાસિક ફિલ્મ હમ સાથ સાથ હૈના પ્રખ્યાત ગીત “મૈયા યશોદા” પર ડાન્સ કરી રહી છે અને સામે ઉર્વીના સાસુ બેઠા છે. જ્યારે સાસુ તેની પુત્રવધૂને આ ગીત પર ડાન્સ કરતા જુએ છે ત્યારે સાસુનો ચહેરો પણ ચમકી ઉઠે છે. આ વિડિયો ક્લિપ 22 નવેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવી હતી અને તેને શેર કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં 4.5 મિલિયન જેટલા વ્યૂઝ અને 250,000થી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

આ વીડિયો પર ઘણી બધી કોમેન્ટ્સ પણ આવી રહી છે. જેમાં “આ સાસુ-વહુની જોડીને જોઈને ખૂબ જ આનંદ થયો…”, “આ હૃદયસ્પર્શી છે… એક સુંદર ડાન્સ,” “તમારો નૃત્ય ખૂબ જ સુંદર છે, ભગવાન તમારું ભલું કરે!” જેવી અલગ અલગ કમેન્ટ્સ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by URVI KAR CHAUDHARY🌙 (@urviikarr)

Shah Jina