જામનગરના યુવક માટે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ 5 જ મિનિટમાં કરાવી દીધો રૂપિયાનો ઢગલો…જાણો સમગ્ર મામલો

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જામનગરના યુવક માટે દાન એકત્ર કરાવી દીધું, છેલ્લાં 5 વર્ષથી યુવકની મંદિર અને આશ્રમ…જાણો સમગ્ર મામલો

Dhirendra Shastri Divya Darbar In Rajkot: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના પ્રવાસે છે. તેઓ સુરત બાદ હવે રાજકોટમાં દિવ્ય દરબાર યોજી રહ્યા છે, ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તેમના દિવ્ય દરબાર સમયે કેટલાક ભક્તો તેમની સમસ્યા અને ફરિયાદો લઈને આવ્યા હતા. જેમાં જામનગરથી પ્રકાશ મહારાજ કે જેમણે બાબા બાગેશ્વર સમક્ષ એક મંદિર અને આશ્રમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. તે પછી બાબાએ સ્ટેજ પરથી જ તેમના માટે દાનનો ધોધ વહાવી દીધો.

પ્રકાશ મહારાજને અત્યારસુધી દાતા નહોતા મળતા પણ, ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અરજી લીધા બાદ તેમને દાતા મળ્યા. તેમને ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, તેઓના પિતા છેલ્લા એક વર્ષથી ગુમ છે અને હજી જીવંત છે. આ સાથે જ તેઓને જામનગર નજીક એક મંદિર અને આશ્રમ બનાવવાની ઈચ્છા હતી. તેઓ આશ્રમ માટે છેલ્લા ઘણા સમયથી ફંડ ઉઘરાવી રહ્યા હતાં. પણ શાસ્ત્રીજીએ જ ત્યાં ફંડ કરી આપ્યું.

ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા હરિભક્તો પાસેથી મોટી સંખ્યામાં ફંડ એકઠુ કરી પ્રકાશભાઈને આપ્યું. આ પછી તેમણે જણાવ્યું કે હવે તમારા આશ્રમનું કામ શરૂ કરી દો અને તમને આશ્રમના નિર્માણ માટે દાતાઓ પણ મળશે અને આ કામ માટે હું શરૂઆત કરવા માંગુ છું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારમાં આવેલા લોકોને જ દાન આપવા પહેલ કરવા કહ્યું હતું અને પછી એક પછી એક વ્યક્તિએ સ્ટેજ પર આવી પોતાની ઈચ્છા મુજબ પૈસા આપ્યા.

કોઈએ 500ની નોટોના બંડલ તો કોઈએ સિક્કા દ્વારા ફંડમાં યોગદાન આપ્યુ. જો કે, જોતજોતામાં જ પ્રકાશ મહારાજ માટે મોટી સંખ્યામાં ફંડ એકઠું થઈ ગયું હતું. મીડિયા સાથેની વાતચીતમાં પ્રકાશ મહારાજે કહ્યુ હતુ કે તેઓ ઘણા સમયથી આશ્રમના દાન માટે ફરી રહ્યા હતા પણ તેમને કોઈપણ દાતા નહોતા મળતા અને છેલ્લા પાંચ વર્ષથી તે હેરાન થઈ રહ્યા હતા.

તેઓ કહે છે કે હું તો માત્ર પબ્લિકમાં બેઠો હતો પણ ત્યાંથી મને શાસ્ત્રીજીએ બોલાવ્યો અને પરચામાં જે કંઈ પણ લખ્યું તે સંપૂર્ણ સાચે સાચું લખ્યું. પહેલા હું પણ નહોતો માનતો પણ હવે આજથી હું પણ માનવા માંડ્યો. પ્રકાશ મહારાજે મંદિરના નિર્માણને લઇને કહ્યુ કે- હું કાલથી જ આ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરીશ.

Shah Jina