ખબર

ગીતા-બબીતા ફોગાટની બહેન રિતિકાએ કરી આત્મહત્યા, કારણ જાણીને અક્કલ કામ નહિ કરે

ઘણીવાર રમતમાં ખિલાડી પોતાની રીતે બધી જ કોશિશ કરે છે પરંતુ કોઇવાર તેને સફળતા મળતી નથી, અને તેઓ કંઇક એવુ કરી બેસે છે કે, તેને સાંભળતા જ રૂંવાડા ઊભા થઇ જાય છે. આવું જ કંઇક બબીતા ફોગાટની બહેને કર્યુ છે.

Image source

‘દંગલ ગર્લ’ ગીતા અને બબીતા ફોગાટની કઝિન બહેન રિતિકાએ ભરતપુરમાં કુશ્તીની ફાઇનલ મેચમાં હાર્યા બાદ સહન કરી શકી નહીં અને સોમવારેની રાત્રે પોતાના ફુવા મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનાં ફાંસીનો ફંદો લગાવી આત્મહત્યા કર લીધી છે.

Image source

રિતિકાએ પોતાના ફુવા મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનમાં ફાંસી લગાવી લીધી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોતાના પરિવારજનોને સોંપી દીધો છે. મૃતકના અંતિમ સંસ્કાર તેના વતન રાજસ્થાનના ઝુંઝનૂં જિલ્લાના જૈતપુરમાં મંગળવારે થયાં.

મૃતક રિતિકાના નશ્વર દેહને તેના પૈતૃક ગામ રાજસ્થાનનાં ઝૂંઝુનુ જિલ્લાના જૈતપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, 17 વર્ષની રિતિકા છેલ્લા પાંચ વર્ષોથી પોતાના ફુવા મહાવીર ફોગાટની એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી હતી.

રિતિકાએ 12 થી 14 માર્ચ સુધી ભરતપુર લોહાગઢ સ્ટેડિયમમાં રાજ્ય સ્તરિય સબ-જુનિયર મહિલા અને પુરુષ કુશ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ દરમિયાન 14 માર્ચે ફાઈનલ મુકાબલામાં રિતિકાને હાર મળી હતી.