8 પાસ ઢોંગી બાબા 32 સુંદર છોકરીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠા લગ્ન…

સંસ્કારી દેખાતો આ બાબાને પાંચ-પાંચ પત્નીઓ હોવા છતાં છઠ્ઠી પત્ની…આવી રીતે ભાંડો ફૂટ્યો અને પોલીસે પકડ્યો

તમને યાદ હશે જાણિતા કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માની ફિલ્મ “કિસ કિસ કો પ્યાર કરુ”. આ ફિલ્મમાં તો કોઇની ને કોઇની મજબૂરીને કારણે કપિલ શર્માએ અનેક લગ્ન કર્યા હોય છે. પરંતુ આવી જ એક ફિલ્મ જેવી કહાની કાનપુરના કિદવઇ નગરમાં અસલ જીવનમાં બની છે.પોલિસે એક બાબાને પકડ્યા છે જે ફિલ્મની કહાનીથી પણ આગળ નીકળ્યા.

કાનપુરના કિદવઇ નગર પોલિસે ફર્જી બાબા અનુજ ચેતન કઠેરિયાને છઠ્ઠા લગ્ન કર્યા પહેલા ઝડપી લીધો છે અને શુક્રવારે તેની ધરપકડ કરી છે. અનુજ કઠરિયાનામ, ધર્મ, જાતિ બદલી કયારેક પ્રોફેસર, કયારેક હોટલનો માલિક તો કયારેક ફેકટ્રીનો માલિક બનીને છોકરીઓ સાથે લગ્ન કરી ચૂક્યો છે.

આ છોકરીઓનુ શોષણ કરતો હતો અને તેમનાથી લાખો રૂપિયા ઠગી ફરાર થઇ જતો હતો. આ ફર્જી બાબા તેનો ધંધો મેટ્રોમોનિયલ સાઇટ્સ પરથી ચલાવી રહ્યો હતો. 8 પાસ અનુજ સોશિયલ મીડિયા પર લગભગ 32 છોકરીઓ સાથે ચેટિંગ કરી રહ્યો હતો.

અનુજે તેના ચાર લગ્નનો છૂપાવી શ્યામ નગરની રહેવાસી મહિલા સાથે પાંચમા લગ્ન કર્યા હતા. પાંચમી પત્નીએ પોલિસને પૂરી હકિકત જણાવી અને કહ્યુ કે, અનુજ નામ અને જાતિ બદલી લગ્ન કરતો હતો. લગ્નના કેટલાક દિવસ બાદ જ તેણે ઉત્પીડન શરૂ કરી દીધુ અને આ સંબંધમાં પાંચમી પત્નીએ છેલ્લા વર્ષે ચકેરી પોલિસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો.

કિદવઇ નગરમાં પોલિસ દ્વારા પકડાયેલ બાબા શાહજહાંપુર નિવાસી અનુજ ચેતન કઠેરિયાએ અત્યાર સુધી પાંચ લગ્ન કર્યા છે અને તે પાંચ લગ્નનોની વાત છૂપાવી છઠ્ઠા લગ્ન કરવાની તૈયારીમાં હતો. બાબા કામયાબ થાય તે પહેલા જ તેને પોલિસે ઘેરી લીધો અને તેની ધરપકડ કરી.

 

Shah Jina