2.3 ફૂટના વરરાજાને આખરે મળી ગઈ દુલ્હન, PM મોદી અને CM યોગીને લગ્ન માટે આપ્યું આમંત્રણ, જુઓ તસવીરો

3 ફૂટની કન્યા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે 2.3 ફૂટનો વરરાજા, કેટલીય મહેનત બાદ આખરે મળી કન્યા, PM મોદી અને CM યોગીને પણ…

લગ્ન કરવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ ઘણીવાર કેટલાક કારણો સર કેટલાક લોકો લગ્નના બંધનમાં નથી બંધાઈ શકતા, ખાસ કરીને દિવ્યાંગ લોકોને યોગ્ય જીવનસાથી મળવું ખુબ જ મુશ્કેલ માનવામાં  આવતું હોય છે. પ[પરંતુ દેશમાં ઘણા લોકો એવા પણ હોય છે જેમને તેમના યોગ્ય જીવનસાથી મળી જતું હોય છે અને તેમની સાથે તે પોતાના નવા જીવનની શરૂઆત પણ કરતા હોય છે. હાલ એવા જ એક વ્યક્તિના લગ્નની ખબર વાયરલ થઇ રહી છે.

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાનો રહેવાસી અઝીમ મન્સૂરી નામનો વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના લગ્નમાં આમંત્રણ આપવા માંગે છે. 2.3 ફૂટ ઉંચો આ વ્યક્તિ આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ અઝીમ મન્સૂરીને ટાંકીને કહ્યું, ‘મારા નવેમ્બરમાં લગ્ન થવાના છે. હું મારા લગ્નનું આમંત્રણ કાર્ડ પીએમ મોદી અને સીએમ યોગીને આપીશ. હું દિલ્હી જઈશ અને તેમને આમંત્રણ આપીશ.”

અઝીમ મન્સૂરી છેલ્લા ઘણા સમયથી પોતાના માટે દુલ્હન શોધી રહ્યો હતો, પરંતુ તેના નાના કદના કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તે પોતાના લગ્નને લઈને અનેક વખત રાજનેતાઓ અને સરકારી અધિકારીઓને પણ મળી ચૂક્યો છે. વર્ષ 2019માં તેણે યુપીના તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવનો પણ સંપર્ક કર્યો હતો. અઝીમ માટે દુલ્હનની શોધ એક પડકાર હતો. ઘણા વર્ષો પછી, અઝીમ, જેણે ધોરણ 5 માં અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો, તે હવે કન્યા શોધવામાં સફળ થઇ ગયો.

ન્યૂઝ18ના રિપોર્ટ અનુસાર, અઝીમ મન્સૂરી માર્ચ 2021માં પોતાના સપનાની રાજકુમારીને મળ્યો હતો. હાપુડની રહેવાસી 3 ફૂટ લાંબી બુશરાએ એપ્રિલ 2021માં અઝીમ મન્સૂરી સાથે સગાઈ કરી હતી. બુશરાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. અઝીમ અને બુશારા હવે 7 નવેમ્બરે લગ્ન કરવાના છે. અઝીમે લગ્ન માટે ખાસ શેરવાની અને થ્રી પીસ સૂટ તૈયાર કર્યો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, અઝીમ કોસ્મેટિક સ્ટોર ચલાવે છે અને ઘણી કમાણી કરે છે. કૈરાનાના પરિવારમાં તેઓ છ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. અઝીમને તેના નાના કદના કારણે શાળામાં ટોણા અને અપમાન સાંભળવા પડતા હતા. આ પછી તેણે ધોરણ 5 માં અભ્યાસ છોડી દીધો અને કોસ્મેટિક સ્ટોરમાં તેના ભાઈઓની મદદ કરવાનું શરૂ કર્યું.

Niraj Patel