લતા મંગેશકરના ગીત પર ડાન્સ કરીને વાયરલ થયેલી પાકિસ્તાની ગર્લે ડાન્સમાં પહેરેલો ડ્રેસ 3 લાખમાં વેચવા કાઢ્યો, લોકોએ કહ્યું, ” પાકિસ્તાની ઇકોમોનીને…” જુઓ

ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી વાયરલ ગર્લ આયેશા, આ વખતે ડાન્સમાં પહેરેલો ડ્રેસ વેચવા કિંમત મૂકી આટલા લાખ… જુઓ

થોડા દિવસ પહેલા એક પાકિસ્તાની યુવતી આપણા દેશમાં પણ ખુબ જ વાયરલ થઇ હતી, આ યુવતીએ એક લગ્ન પ્રસંગમાં લતા મંગેશકરના એક જુના ગીત “મેરા દિલ યે પુકારે” પર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા જ તે ચર્ચામાં આવી હતી અને આ વાયરલ ગર્લ કોણ છે તે જણાવા માટે પણ લોકો અધીરા બન્યા હતા. જેના બાદ સામે આવ્યું હતું કે તેનું નામ આયશા છે. ત્યારે હવે આયશા ફરી ચર્ચામાં આવી છે.

પરંતુ આ વખતે તેના કોઈ નવા ડાન્સ વીડિયોના કારણે નહીં પરંતુ વાયરલ વીડિયોમાં જે ડ્રેસ પહેર્યો હતો તેના કારણે. પીપલ મેગેઝીન પાકિસ્તાનમાં છપાયેલી એક ખબર અનુસાર આયશાએ પોતાનો આ ગ્રીન રંગનો ડ્રેસ હવે વેચવા માટે મુક્યો છે. જે તેને વાયરલ ડાન્સમાં પહેર્યો હતો. આ ડ્રેસની કિંમત તેને 3 લાખ રૂપિયા રાખી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

હવે આયશાના આ ડ્રેસની કિંમતે ભારતમાં પણ ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે. ઘણા બધા લોકો આ કિંમતને લઈને મીમ પણ બનવતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વીડિયો વાયરલ થતા જ આયશા ખુબ જ ચર્ચામાં આવી ગઈ હતી. તેને ઘણા મીડિયાને ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતા જેમાં તેને પોતાના ડાન્સ વિશે પણ વાત કરી હતી.

તેને જણાવ્યું હતું કે આ ડાન્સ તેને તેની ખાસ મિત્રના લગ્નની અંદર કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા જ લોકો મોટા પ્રમાણમાં તેને શેર કરવા લાગ્યા હતા. આ ઉરપટ પણ આયશાના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આયશાએ કહ્યું હતું કે મારે બીજા ગીત પર ડાન્સ કરવો હતો પરંતુ મારા મિત્રના કહેવાથી મેં આ ગીત પર ડાન્સ કર્યો.

Niraj Patel