ગ્લેમર જગતમાં કલાકારો પોતાના દમદાર અભિનય અને ફેશનની સાથે સાથે પોતાના પર્સનલ જીવનને લીધે પણ ચર્ચામાં બનેલા રહે છે.કલાકારોની લવ લાઈફ અને બ્રેકઅપ જેવા કિસ્સાઓ મીડિયા હેન્ડલાઇન્સમાં આવી જ જાય છે. જો કે અમુક કલાકારો એવા પણ હોય છે કે તેઓ નથી ઇચ્છતા કે તેની લવ લાઈફ મીડિયામાં આવે. તેમાંની જ એક અભિનેત્રી છે અવનિત કૌર.
View this post on Instagram
માત્ર 20 વર્ષની ઉંમરમાં ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડ સુધી પોતાનું ખાસ મુકામ મેળવનારી અભિનેત્રી અવનિત કૌર જો કે હંમેશા પોતાના સિઝલિંગ લુક્સને લીધે ચર્ચામાં બનેલી રહે છે પરંતુ આ વખતે અવનિત પોતાની લવ લાઈફને લીધે ચર્ચામાં આવી ગઈ છે. મળેલી જાણકારીના આધારે અવનિત છેલ્લા ઘણા સમયથી પ્રોડ્યુસર રાઘવ શર્માને ડેટ કરી રહી છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટના આધારે અવનિત છેલ્લા ચાર વર્ષોથી રાઘવ શર્માને ડેટ કરી રહી છે, બંને કામની બાબતે એકબીજાને મળ્યા હતા અને પહેલી જ નજરમાં પ્રેમ થઈ ગયો હતો.પોતાના પ્રોફેશનને લીધે બંનેએ પોતાના રિલેશનને દુનિયાથી છુપાવી રાખ્યો હતો પણ અચાનક જ બંનેએ પોતાના રિલેશનને જગજાહેર કરી દીધું છે.
View this post on Instagram
એક રિપોર્ટના આધારે તેઓ સામાજિક રૂપે એક બીજાને મળ્યા અને આગળના ચાર વર્ષથી એકબીજા સાથે રિલેશનમાં છે. રાઘવ તે વ્યક્તિ છે જેણે અવનીતમા દિપલચસ્પી દેખાડી અને તેના પ્રેમમા પડી ગયા. રિપોર્ટના આધારે પહેલા રાઘવને અવનિત સાથે પ્રેમ હતો જેના પછી તેને પ્રપોઝ કર્યું હતું. બંને એકબીજાને મળવા માટે ખુબ મુસાફરી કરે છે કેમ કે અવનિત મુંબઈમાં રહે છે અને રાઘવ દિલ્લીમાં.એવામાં આટલા વર્ષો પછી બંનેએ પોતાનું રિલેશન ઓફિશિયલ કરી દીધું છે.
View this post on Instagram
અવનિત અને રાઘવ પોતાના રિલેશનને છુપાવવા માટે એકસાથે સ્પોટ પણ નથી થતા.એવામાં જ્યારે બંને એકબીજાને મળવા માંગતા હોય ત્યારે તેઓ વેકેશનનો સહારો લે છે.અમુક સમય પહેલા જ્યારે બંને ફ્લાઈટમાં એકસાથે આવ્યા ત્યારે તેઓ અલગ અલગ રીતે એરપોર્ટની બહાર નીકળ્યા હતા. આ બાબત જણાવે છે કે તેઓ પોતાના રિલેશનને છુપાવવા માટે શું શું કરી રહ્યા હતા!
View this post on Instagram
જણાવી દઈએ કે અવનિત કૌર એક અભિનેત્રી હોવાની સાથે સાથે ડાન્સર પણ છે. અવનિત ઘણા ડાન્સિંગ શોમાં ભાગ લઇ ચુકી છે.અવનિત ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચુકી છે. જ્યારે રાઘવ એક પ્રોડ્યુસર છે અને મ્યુઝિક લેબલ કંપની સાથે જોડાયેલા છે, આ બૈનર સાથે જોડાયેલા ઘણા પ્રોજેક્ટમાં અવનિત પણ કામ કરી ચુકી છે.જેમાં ડેલી ડેલી, પગલા, પહાડ,કિન સાલ બાદ જેવા મ્યુઝિક વીડિયો શામિલ છે.
View this post on Instagram
અવનિત સોશિલય મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે. અવનીતને હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને તે અવાર-નવાર વિદેશોમાં ફરવા માટે જાય છે અને ચાહકો માટે તસવીરો શેર કરતી રહે છે.અવનિત હાલ પોતાની આવનારી ફિલ્મ ટીકુ વેડ્સ શેરૂના શૂટિંગમાં વ્યસ્ત છે.ફિલ્મ કંગના રાનૌતના નિર્દેશનમાં બની રહી છે.ફિલ્મમાં અભિનેતા નવાઝુદીન સિદ્દીકી પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે.