ગોર્જિયસ લહેંગા અને ખુલ્લા શરમ આવે એવા બ્લાઉઝમાં અવનીત કૌરે બતાવી બોલ્ડ અદાઓ, તસવીરો જોઇ લોકો બોલ્યા- સ્વર્ગથી ઉતરી અપ્સરા

મશહૂર એક્ટ્રેસ અવનીત કૌર અવાર નવાર તેની બેબાક ડ્રેસિંગ સેન્સ માટે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. અવનીત કૌરની સ્ટાઇલિંગ સેન્સ એકદમ અલગ અને બોલ્ડ છે. થોડા સમય પહેલા તેણે કેટલીક તસવીરો શેર કરી હતી જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતુ.

અવનીત કૌર અવારનવાર પોતાના ફોટોશૂટની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેણે થોડા સમય પહેલા ટ્રેડિશનલ લુકમાં પોતાના ફોટા પોસ્ટ કર્યા હતા. અવનીત બેજ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ આ લહેગા સાથે ડીપ નેક બ્લાઉઝ અને મેચિંગ દુપટ્ટો કેરી કર્યો હતો, જ્યારે હેવી ઇયરિંગ્સ અને માંગ ટિક્કા સાથે લુક કંપલીટ કર્યો.

આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ લુકમાં તેણે ઘણા ફોટોઝ શેર કર્યા હતા. આ આઉટફિટમાં અવનીત કૌરે તેના ક્લીવેજ પણ ફ્લોન્ટ કર્યા હતા. અભિનેત્રીની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ હતી. અવનીતે આ લુક સાથે ન્યૂડ મેકઅપ પણ કર્યો હતો.

જણાવી દઇએ કે, અવનીત કૌરે ખૂબ જ નાની ઉંમરે અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ટીવી અને ફિલ્મોમાં કામ કરવા સિવાય તે રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. અવનીતે પોતાના કરિયરની શરૂઆત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ’થી કરી હતી, આ સિવાય અવનીત ડાન્સ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી.

અવનીતે ટીવી શો મેરી માથી અભિનયની શરૂઆત કરી હતી,આ શોમાં તેણે ઝિલમિલની ભૂમિકા ભજવી હતી. આ પછી તે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ જોવા મળી હતી. તેણે વર્ષ 2012માં શો ‘સાવિત્રી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ સિવાય અવનીત ફિલ્મ મર્દાનીમાં જોવા મળી હતી.વર્ષ 2013માં એકવાર અવનીત ‘એક મુઠ્ઠી આસમાન’ શોમાં પાખી કપૂરના રોલમાં જોવા મળી હતી.

અવનીત કૌરે બોલિવૂડમાં પણ ડેબ્યુ કર્યું છે. તે નવાઝુદ્દીન સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં જોવા મળી હતી. અવનીત કૌરે ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ફિલ્મ ‘લવ કી અરેન્જ્ડ મેરેજ’માં પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur (@avneetkaur_13)

Shah Jina
error: Unable To Copy Protected Content!