23 વર્ષની ઉંમરે લાખો લોકોના દિલો પર રાજ કરનારી ખૂબસુરત એક્ટ્રેસ અવનીત કૌર પોતાની એક્ટિંગ, ફેશન અને ડ્રેસિંગ સેન્સથી મોટી મોટી એક્ટ્રેસને ટક્કર આપે છે. અવનીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના ફોટોશૂટ ચાહકો સાથે શેર કરતી રહે છે, ત્યારે હાલમાં જ અભિનેત્રીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.
આ તસવીરોમાં અવનીત ડીપ નેક બ્રાઉન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લાગી રહી છે. અવનીત ખુલ્લા વાળ અને ન્યુડ મેકઅપ સાથે આત્મવિશ્વાસપૂર્ણ અને ભવ્ય શૈલીમાં દેખાઈ હતી. પોસ્ટના કેપશનમાં અભિનેત્રીએ ફક્ત હાર્ટ ઇમોજીસ મૂક્યા. જો કે તેના આ લુકે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
ચાહકોથી લઈને સેલેબ્સ સુધી, દરેક વ્યક્તિ તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.ફોટોશૂટમાં તેના પોઝ અને હાવભાવમાં એક શાનદાર ફેશન સ્ટાઇલ દેખાઈ રહી છે. અવનીત કૌર ફક્ત ટીવી અભિનેત્રી નથી રહી, પણ એક ફેશન આઇકોન બની ગઈ છે. તેનો દરેક લુક ચાહકોને દિવાના બનાવી દે છે અને દરેક પોસ્ટ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે.
જણાવી દઇએ કે, અવનીતે બાળ કલાકાર તરીકે નાના પડદા પર તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. અવનીતે પોતાના કરિયરની શરૂઆત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ’થી કરી હતી, આ સિવાય અવનીત ડાન્સ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી.અવનીતે ટીવી શો મેરી માથી અભિનયની શરૂઆત કરી હતી.
આ શોમાં તેણે ઝિલમિલની ભૂમિકા ભજવી હતી. આ પછી તે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ જોવા મળી હતી. તેણે વર્ષ 2012માં શો ‘સાવિત્રી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય અવનીત ફિલ્મ મર્દાનીમાં જોવા મળી હતી.વર્ષ 2013માં એકવાર અવનીત ‘એક મુઠ્ઠી આસમાન’ શોમાં પાખી કપૂરના રોલમાં જોવા મળી હતી.
અવનીત કૌરે બોલિવૂડમાં પણ ડેબ્યુ કર્યું છે. તે નવાઝુદ્દીન સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં જોવા મળી હતી. જણાવી દઈએ કે અવનીત કૌરે ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ફિલ્મ ‘લવ કી અરેન્જ્ડ મેરેજ’માં પણ જોવા મળી છે.