જિંદગીથી કંટાળેલી યુવતી ટ્રેન સામે આપઘાત કરવા જતી હતી ને ભગવાન બનીને આવ્યો રીક્ષા ડ્રાઈવર,જાંબાજ રીક્ષા ડ્રાઈવરને સો સો સલામ

આજે દેશભરમાં આપઘાતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને આજનો યુવાવર્ગ નાની નાની બાબતોમાં આવીને આપઘાત કરવાનો વિચાર કરી લેતા હોય છે, જેની ઘણી ઘટનાઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતી હોય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતી રેલવે ટ્રેક ઉપર આપઘાત કરવા માટે જાય છે અને તેને એક રીક્ષા ડ્રાઈવર બચાવી લે છે.

આ ઘટના બની છે મધ્યપ્રદેશના બૈતુલમાં. જ્યાં એક ઓટોચાલકની સતર્કતા અને હિંમતના કારણે એક યુવતીનો જીવ બચી ગયો. રેલવે ટ્રેક ઉપર આપઘાત કરવા માટે ઉભી રહેલી યુવતીને પાટાથી દૂર ખેંચી અને તેનો જીવ બચાવ્યો. જાંબાજ રીક્ષા ડ્રાઈવર યુવતીને ત્યાં હાજર લોકોને સોંપી અને પોતાની સવારી લઈને ત્યાંથી નીકળી ગયો. તેને તો હજુ સુધી એ પણ નહોતી ખબર કે આ યુવતી કોણ હતી અને શા કારણે તે આપઘાત કરવા માટે આવી હતી.

આ ઘટના બૈતુલના સોનાઘાટી રેલવે ગેટની છે,  મીડિયા રિપોર્ટ અનુસાર 12.30 વાગ્યાની આસપાસ યુવતી ટ્રેનની સામે આપઘાત કરવા માટે ઉભી રહી ગઈ. તે ઘણી વાર સુધી રેલવે ફાટકની પાસે ઉભી હતી. જેવી જ ટ્રેન નજીક આવવા લાગી કે તે તરત જઈને પાટા આગળ જ ઉભી રહી ગઈ. બૈતુલથી ઇટારસીની તરફ જઈ રહેલી ટ્રેન અને યુવતી વચ્ચે માત્ર થોડી સેકેંડનું જ અંતર હશે. ત્યારે જ ગેટની પાસે ઉભેલા રીક્ષા ડ્રાઈવરની નજર તેના ઉપર પડી અને સહેજ પણ વારની રાહ જોયા વિના તે યુવતી પાસે પહોંચી ગયો અને યુવતીને પકડી પાટા આગળથી દૂર કરી.

આ ઘટનાને રિક્ષામાં બેઠેલા લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. શહેરમાં આ ઘટનાની ચર્ચા થઇ રહી છે અને લોકો આ રીક્ષા ડ્રાઈવરની દિલેરીને પણ સલામ કરી રહ્યા છે. જેને પોતાના જીવ ઉપર રમીને યુવતીને સુરક્ષિત બચાવી લીધી.

આ રીક્ષા ડ્રાઈવરનું નામ મોહસીન છે. તેને જણાવ્યું હતું કે તે સવારી લઈને સોનાઘાટી તરફ જઈ રહ્યો હતો. તે રેલવે ફાટક ખુલવાની રાહ જોઈ રહ્યો હતો. તે દરમિયાન જ તેને જોયું કે યુવતી ફાટકની પાસે ઉભી છે. તેને સફેદ દુપટ્ટો ચેહરા ઉપર બાંધી રાખ્યો છે. ટ્રેનના આવવાનો અવાજ સાંભળીને તે ટ્રેક ઉપર ચાલી ગઈ. મોહસીનને યુવતીના હાવભાવ જોઈને શંકા થઇ.

મોહસીને જણાવ્યું કે જેવી જ ટ્રેન દેખાઈ, યુવતી પાટા ઉપર આવી અને ઉભી રહી ગઈ. જેને જોઈને હું તરત દોડ્યો. તેને પકડીને ખેંચવા લાગ્યો. પરંતુ તે ત્યાંથી હટવા માટે તૈયાર નહોતી. જેમ તેમ કરીને તેને પકડીને મેં હટાવી. થોડી જ સેકેંડની સતર્કતાથી તેનો જીવ બચી ગયો. જેના બાદ તેને બહાર લઈને આવતા તે રડવા લાગી. તેને સમજાવી પરંતુ તે કઈ સાંભળવા તૈયાર નહોતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જેના બાદ યુવતીએ તેના પરિવાર વિશે જણાવ્યું. તેમને ફોન કરી અને ઘટના સ્થળે બોલાવ્યા. જેના બાદ તે યુવતીને ત્યાંથી લઇ ગયા. જાણકારી પ્રમાણે યુવતી એમબીએ પાસ છે. લાંબા સમયથી તે સ્વાસ્થ્યથી જોડાયેલી પરેશાનીઓથી ઝઝૂમી રહી છે. નોકરી ના મળવાના કારણે તે ડિપ્રેશનમાંથી પસાર થઇ રહી હતી.

Niraj Patel