કોણ છે 41 શ્રમિકોને આખરે 17 દિવસ બાદ બહાર કાઢનાર રેસ્ક્યુ ઓપરેશનનો હીરો…લોકો કરી રહ્યા છે ખૂબ વખાણ

બ્રિટેન-ઓસ્ટ્રેલિયાથી કર્યો અભ્યાસ, જીત્યા અનેક એવોર્ડ…અર્નોલ્ડ ડિક્સ, જેણે 41 મજૂરોને જીવિત બહાર નીકાળ્યા

કોણ છે ઉત્તરાકાશી સુરંગ રેસ્ક્યુના હીરો અર્નોલ્ડ ડિક્સ, ઓસ્ટ્રેલિયાના PM પણ થયા મુરીદ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને આખરે 17 દિવસ બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ બચાવ કામગીરી ઉતાર-ચઢાવથી ભરેલી હતી. વિવિધ એજન્સીઓના સંયુક્ત બચાવ અભિયાનને કારણે 17 દિવસ બાદ આખરે આ ઓપરેશન સફળ રહ્યું હતું. શ્રમિકોને 60 મીટરના બચાવ શોફ્ટમાં સ્ટીલની પાઈપ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન ઓગર મશીનમાં ખામી સર્જાતા રેટ માઇનર્સની મદદ લેવામાં આવી હતી. જે બાદ NDRFની ટીમ 41 મજૂરો સુધી પહોંચવામાં સફળ રહી હતી.

આ મિશનનો હીરો વિદેશી ટનલ એક્સપર્ટ અર્નોલ્ડ ડિક્સ રહ્યો, જેના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. સ્થાનિક લોકો આ અકસ્માત પાછળ બાબા બોખનાગની નારાજગીને કારણ ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે પહેલા અહીં બાબા બોખનાગનું મંદિર હતું. જેને ટનલ બનાવનાર કંપનીએ હટાવ્યુ. દુર્ઘટનાના થોડા દિવસો પછી ટનલના મુખ પર એક અસ્થાયી મંદિર બનાવવામાં આવ્યું. ટીમે ઓપરેશન શરૂ કરતા પહેલા બાબાના આશીર્વાદ લીધા હતા.

બચાવ કામગીરીના 17મા દિવસે સવારે મિશનના હીરો અર્નોલ્ડ ડિક્સે પોતે બાબા બોખનાગની પૂજા કરી હતી અને આ પછી મિશન સફળ થયું. ડિક્સનો પૂજા કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મિશનની સફળતા પછી અર્નોલ્ડ ડિક્સે કહ્યું, ‘અમે શાંત હતા અને અમને બરાબર ખબર હતી કે અમારે શું કરવાનું છે. અમે એક અદ્ભુત ટીમ તરીકે કામ કર્યું છે. ભારતના શ્રેષ્ઠ એન્જિનિયરો, સેના, તમામ એજન્સીઓ… આ સફળ મિશનનો એક ભાગ બનવાનો આનંદ છે. ભારતમાં અર્નોલ્ડ ડિક્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

લોકો તેને હીરો કહી રહ્યા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ તેની પ્રશંસા કરી. અર્નોલ્ડ ડિક્સ ઈન્ટરનેશનલ ટનલીંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના પ્રમુખ છે. તેમને તેમના કાર્ય માટે 2011માં ‘એલન નેલેન્ડ ઑસ્ટ્રેલેશિયન ટનલિંગ સોસાયટી’નો બાઇ-એન્યુઅલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ટનલોમાં ફાયર સેફ્ટી વધારવાના તેમના પ્રયાસોને ખૂબ મહત્વ આપવામાં આવે છે. 2022માં તેમને અમેરિકાના નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશન દ્વારા ‘કમિટી સર્વિસ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પુરસ્કાર તેમને ટનલ સુરક્ષા માટે કોડ અને ધોરણો વિકસાવવા બદલ આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના PMએ રેસ્ક્યુ ઓપરેશનની સફળતા બાદ ડિક્સની ભૂમિકાને રેખાંકિત કરી. તેમણે ટ્વીટ કરી લખ્યુ- ભારતીય અધિકારીઓની એક અદ્ભૂત ઉપલબ્ધિ. ગર્વ છે કે ઓસ્ટ્રેલિયાઇ પ્રોફેસર અર્નોલ્ડ ડિક્સે મેદાન પર ભૂમિકા નિભાવી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina