ઓસ્ટ્રેલિયન છોકરીએ 10 મિનિટમાં જ બનાવી આ ભારતીય વાનગી, ટેસ્ટ કરીને જજે કહ્યું.. “WOW.. કેવી રીતે બનાવી, મને પણ જણાવો ?”

ભારતની અંદર ખાણી-પીણીની અગણિત વસ્તુઓ છે અને ભારતીય ફૂડ ફક્ત ભારતમાં જ નહિ દુનિયાભરમાં જાણીતું છે. વિદેશી લોકો પણ ભારતીય ફૂડને હોંશે હોંશે ખાતા હોય છે. એક કે બે વાર નહીં અનેકવાર સાબિત થયું છે કે ભારતીય ભોજનથી દરેકના મોંમાં પાણી આવી જાય છે. ભલે તમે વિશ્વના કોઈપણ દેશમાંથી છો, તમને ભારતનો સ્વાદ ચોક્કસ ગમશે.

માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયા સાથે પણ આવું જ હતું. શોના નિર્ણાયકોને એક ભારતીય નાસ્તો ગમ્યો જેને આપણે વારંવાર માણીએ છીએ. આ નાસ્તો ભારતીયો માટે ખૂબ જ સામાન્ય છે પરંતુ આ વાનગીએ માસ્ટરશેફ જજોને દંગ કરી દીધા. આ બીજું કંઈ નહિ પણ આપણી ફેવરિટ ભેલપુરી છે. સ્પર્ધક સારા ટોડે શોના એક રાઉન્ડમાં ભેલપુરી બનાવી, જેના માટે તેણે ઝડપથી વસ્તુઓ પૂરી કરવી પડી.

 

View this post on Instagram

 

A post shared by SARAH TODD (@sarahtodd)

દરેક વ્યક્તિ જાણે છે કે ભેલપુરી કેટલી સ્વાદિષ્ટ હોય છે અને તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી. ભલે આ વાનગી અદ્ભુત હોય પરંતુ મોટાભાગના ભારતીયો માટે તે એક નાસ્તો છે જેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી. ટેસ્ટ કર્યા પછી જ ખબર પડશે. આવું જ કંઈક માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું. તમને જણાવી દઈએ કે સારા એક ભારતીય ઓસ્ટ્રેલિયન અને સેલિબ્રિટી શેફ છે. તે શોની આ 16મી સિઝનમાં કેટલીક ભારતીય વાનગીઓ સાથે નિર્ણાયકોને ચકિત કરવા માટે પાછી આવી છે.

 

View this post on Instagram

 

A post shared by SARAH TODD (@sarahtodd)

તેણે તેની આખી સ્ટોરી તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શોમાંથી તેણીની તસવીરો શેર કરતા, તેણીએ પોસ્ટને કેપ્શન આપ્યું કે કેવી રીતે ન્યાજજે તેણીને 10 મિનિટમાં સ્વાદિષ્ટ વાનગી બનાવવાનું કહ્યું અને પ્રથમ તેના મગજમાં ભેલપુરી આવી. જજે ટેસ્ટ લેતાની સાથે જ તેણે કહ્યું કે આ 10 મિનિટમાં તૈયાર કરવામાં આવેલું સૌથી સ્વાદિષ્ટ ફૂડ છે. હું એ પણ જાણવા માંગુ છું કે તે કેવી રીતે બનાવવામાં આવ્યું હતું.

Niraj Patel