સુરતમાં વકીલ મેહુલ બોઘરાએ નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વળી ગાડી ઝડપી તો મેહુલ પર હુમલો થયો

સુરતના ફેમસ વકીલ મેહુલ બોઘરા પર આજે રવિવારે ફરી એકવાર હુમલો થયો છે. સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરાએ બ્લેક કાચમાં એક પોલીસ લખેલી ગાડીને અટકાવી હતી. કારમાં આગળ પોલીસ લખેલી પ્લેટ કેમ રાખી છે

તેવો સવાલ પુછતા એક ભાઇને લાગી આવ્યું હતું. જેના પગલે ગાડી ચાલક અને મેહુલ બોઘરા વચ્ચે ચકમક ઝરી હતી. આ સમગ્ર મામલો સુરતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મેહુલ બોઘરાને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

જ્યાં તેના પર પોલીસની હાજરીમાં હુમલાનો પ્રયાસ થયો હતો. આ કારમાં ગાડીમાં નંબર પ્લેટ ન હતી ઉપરથી બ્લેક કાચ રાખ્યા હતા. સમગ્ર મામલો હાલ હાઇપ્રોફાઇલ બન્યો છે. મેહુલ બોઘરા પર હુમલાની ઘટનાથી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

જ્યાં સેંકડો લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. સમગ્ર મામલો હાલ હાઇપ્રોફાઇલ બન્યો છે. જો કે સમગ્ર મામલે કોઇ અધિકારીક સ્પષ્ટતા આવી નથી.

YC