‘રામાયણ’ના ‘રામ’ અરુણ ગોવિલ અયોધ્યામાં થયા નિરાશ, પ્રાણ પ્રતિષ્ઠા બાદ ન મળી શક્યા રામલલાના દર્શન
અયોધ્યાથી નિરાશ થઇને પરત ફર્યા અરુણ ગોવિલ, પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા છત્તાં પણ ના કરી શક્યા રામલલાના દર્શન
અયોધ્યા સતત ચર્ચામાં બનેલુ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યુ. ફિલ્મ, ક્રિકેટ અને ઉદ્યોગ જગતની ઘણી હસ્તિઓ આ ખાસ અવસર પર અયોધ્યા પહોચી હતી. જેમાં પોપ્યુલર ટીવી શો ‘રામાયણ’ની લીડ સ્ટાર કાસ્ટ અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરીનું પણ નામ સામેલ છે. રામાયણના રામ કેટલાક દિવસ પહેલા જ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા અયોધ્યા પહોંચી ગયા હતા.
અયોધ્યાથી નિરાશ થઇને પરત ફર્યા અરુણ ગોવિલ
જો કે, તેમને પરત ફરતા સમયે નિરાશા હાથ લાગી. અયોધ્યા રામ મંદિરથી અરુણ ગોવિલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યુ કે તે ખૂબ નિરાશ છે. જેના પાછળનું કારણ મંદિપમાં એન્ટ્રી ન મળવાનું છે. અરુણ ગોવિલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે સમારોહમાં સામેલ થવા માટે પૂરા મનથી તે આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠામાં પણ ભાગ લીધો, પરંતુ અંતમાં તેમને રામલલાના દર્શન ન મળી શક્યા.
ના કરી શક્યા રામલલાના દર્શન
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિશે વાત કરતા અરુણે ગોવિલે કહ્યુ કે તેમને સમારોહમાં સામેલ થઇ ખૂબ ખુશી થઇ. રીપોર્ટ અનુસાર, તારીફ કરતા તેમણે સમારોહને અલૌકિક ગણાવ્યો. ત્યાં, મંદિરમાં દર્શનને લઇને અરુણ ગોવિલે કહ્યુ- સપનું તો ભાઇ પૂર્ણ થઇ ગયુ, પણ મને દર્શન ન થયા. દર્શન કરવા બાદમાં ફરી અયોધ્યા જઇશ.
જણાવી દઇએ કે, અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરી ઉપરાંત અમિતાભ-અભિષેક બચ્ચન, અનુપર ખૈર, રોહિત શેટ્ટી, રણબીર-આલિયા, વિકી-કેટરીના, માધુરી દીક્ષિત-શ્રીરામ નેને, જેકી શ્રોફ, વિવેક ઓબરોય, સુભાષ ઘઇ, આયુષ્માન ખુરાના, રણદીપ હુડ્ડા-લીન લૈશરામ, કંગના રનૌત, સોનુ નિગમ, અનુ મલિક અને શંકર મહાદેવન સહિત ઘણા સ્ટાર્સે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. ત્યાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ચિરંજીવી, રામ ચરણ, રજનીકાંત અને સુમન પણ સામેલ થયા હતા.
श्री रामलला के प्राण प्रतिष्ठा महोत्सव में सम्मिलित होना सौभाग्य की बात थी । उन अनमोल पलों को श्री नरेंद्र मोदी जी ने शेयर करके और भी अलौकिक और अद्भुत बना दिया…
जय श्रीराम 🙏🏼@narendramodi pic.twitter.com/wfPFH9y9XS— Arun Govil (@arungovil12) January 23, 2024