પોલીસ પકડથી ફરાર ભાગેડુ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને આખરે પોલીસે દબોચી લીધી, એવી જગ્યાએ છુપાઈ હતી કે જાણીને હેરાન રહી જશો, જુઓ

બુટલેગર અને હત્યાના આરોપમાં ફરાર થયેલી નીતા ચૌધરીની ATSની ટીમે કરી ધરપકડ, એવા વ્યક્તિના ઘરે સંતાઈ કે…. જુઓ

Arrest of Neeta Chaudhary : છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક નામ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે અને તે છે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીનું. જે હત્યાના પ્રયાસમાં નોંધાયેલા ગુન્હામાં છેલ્લા ઘણા દિવસથી ફરાર હતી, પરંતુ હવે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ATS દ્વારા ભાગેડુ નીતા ચૌધરીને ધરપકડ કરીને કચેરી લાવવામાં આવી હતી. નીતા ચૌધરીની લીમડી નજીકના એક ગામમાંથી મંગળવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે એવી પણ માહિતી સામે આવી છે કે નીતા ચૌધરી એક બુટલેગરના સબંધીના ઘરે રોકાઈ હતી. બુટલેગર અને દારૂ સાથે ઝડપાયા બાદ પોલીસ પર જ થાર ગાડી ચડાવી દઈ હત્યાની કોશિશ કરવાના ગંભીર ગુન્હો નીતા ચૌધરી પર નોંધવામાં આવ્યો થયો. આ મામલે સેસન્સ કોર્ટે જામીન રદ કરતાં છેલ્લા પખવાડિયાથી પોલીસને ખો આપી નાસતી ફરતી હતી.

આ ઘટનામાં કચ્છ અને રેન્જ પોલીસ નીતા ચૌધરીને શોધી રહી હતી, પરંતુ તેમને સફળતા મળી રહી નહોતી, ત્યારે ગુજરાત એટીએસની એજન્સીને બાતમી મળી હતી કે, બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરીયાના અમુક સંબંધી લીમડી નજીકના ગામમાં રહે છે જ્યાં આ નીતા ચૌધરીએ આશરો લીધો છે. એટીએસની ટીમ દ્વારા મંગળવારે દરોડો પાડી અને નીતા ચૌધરીને ઝડપી પાડી હતી.

હાલમાં નીતા ચૌધરીને કચ્છ પોલીસના હવાલે કરવામાં આવી છે. નીતા ચૌધરીના પતિ વીરસંગ ચૌધરી રાજકીય વગ ધરાવતા હોવાના કારણે નીતા ચૌધરી ખુલ્લેઆમ કાયદાના નીતિ નિયમોને નેવે મૂકી પોલીસમાં સરકારી નોકરી કરતી હતી. સાથે જ અલગ અલગ પ્રકારની રિલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતી હતી. સોશિયલ મીડિયામાં પણ નીતા ચૌધરીના 1 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

Niraj Patel