પિતા બનવું કોને ના ગમે ? જયારે કોઈપણ વ્યક્તિ લગ્ન બાદ પિતા બને છે ત્યારે તેની ખુશી સાતમા આસમાને હોય છે. છેલ્લા ઘણા સમયથી યુટ્યુબર અરમાન મલિક પણ પિતા બનવાની ખબરને લઈને સતત ચર્ચામાં રહેતો હતો. તેની બંને પત્નીઓ પાયલ અને કૃતિકા બંને એક સાથે પ્રેગ્નેટ થઇ હતી અને આ વાતને લઈને તે ઈન્ટરેન્ટ પર પણ છવાયેલો રહેતો હતો.
ત્યારે અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકે તાજેતરમાં જ એક સુંદર દીકરાને જન્મ આપ્યો છે. જેનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. દીકરાના જન્મ બાદ અરમાનની ખુશી પણ સાતમા આસમાને છે અને તેને પોતાના દીકરાનું નામકરણ પણ કરી લીધું છે. જેને લઈને લોકો તેને ટ્રોલ પણ કરવા લાગ્યા છે.
અરમાન મલિકે પોતાના નવજાત બાળકનું નામ ઝૈદ મલિક રાખ્યું છે. જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. અને લોકો તેને ટ્રોલ પણ કરવા લાગ્યા છે ત્યારે યુટ્યુબરે તેના નવા બ્લોગમાં આ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ પણ આપ્યો છે. દીકરાના જન્મ પછી, અરમાને ભલે પોતાનો ચહેરો ન બતાવ્યો હોય પરંતુ તેનું નામ જાહેર કર્યું હતું.
અરમાને કહ્યું હતું કે તેણે પોતાના પુત્રનું નામ ‘ઝૈદ મલિક’ રાખ્યું છે. જે મુસ્લિમ નામ છે. આ નામને લઈને યુઝર્સ તેમના બ્લોગ પર અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. યુઝર્સ કહે છે કે અરમાન, જો તમે હિન્દુ છો તો તમારા પુત્રનું નામ મુસ્લિમ કેમ રાખ્યું છે. તેનું નામ પણ હિન્દુ રાખવું જોઈએ.
હવે અરમાને તેના લેટેસ્ટ બ્લોગમાં આ યુઝર્સને યોગ્ય જવાબ આપ્યો છે. અરમાને કહ્યું, ‘હું બધા ધર્મોને સમાન માનું છું.. હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ છે. હમણાં માટે, હું મારા આવનારા બે બાળકોમાંથી એક શીખ અને બીજા ખ્રિસ્તીનું નામ રાખીશ…જ્યારે ભારત એક છે તો બધા ધર્મો પણ એક છે…’
View this post on Instagram
જણાવી દઈએ કે કૃતિકા મલિકે 6 એપ્રિલ 2023ના રોજ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. હવે કૃતિકા હોસ્પિટલમાંથી ઘરે આવી ગઈ છે. અરમાન મલિક પ્રખ્યાત યુટ્યુબર છે. જેમણે બે લગ્ન કર્યા છે અને તેમની બંને પત્નીઓ સાથે એક જ ઘરમાં ખૂબ જ ખુશીથી રહે છે. તેની બીજી પત્ની પાયલ પણ ટૂંક સમયમાં મા બની શકે છે.