યુટ્યુબર અરમાન મલિકે બાળકોના રાખ્યા હિન્દૂ નામ, તુબા અને ઝૈદને હવે આ નામે બોલાવશે પરિવાર

યુટ્યુબર Armaan Malik એ બદલ્યા બાળકોના નામ, મુસ્લિમ નામ હોવાથી લોકો સંભળાવતા હતા, આ નામ રાખ્યા હવે

Armaan Malik Changed Kids Name : બોલીવુડના સેલેબ્રિટીઓની જેમ કેટલાક સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર અને યુટ્યુબરનું પણ ખુબ જ મોટું નામ બની ગયું છે અને તેમનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ વિશાળ છે, ત્યારે તેઓ તેમના અંગત જીવનને લઈને પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. એવો જ એક યુટ્યુબર છે અરમાન મલિક, જે પહેલા તેની બે પત્નીઓ અને હવે તેના બાળકોના નામને લઈને ચર્ચામાં આવ્યો છે.

અરમાન મલિક તાજેતરમાં જ ફરી એકવાર ત્રણ બાળકોનો પિતા બન્યો છે. હાલમાં જ અરમાનની પહેલી પત્ની પાયલે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યાં પાયલ પહેલા બીજી પત્ની કૃતિકાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્રણ બાળકોના આગમન બાદ ફરી એકવાર મલિક પરિવારમાં ખુશીઓ છવાઇ ગઇ છે. જ્યાં ચાહકો તેમના બાળકોના આગમનથી ખુશ છે. જો કે, કેટલાક લોકોએ તેને બાળકોના નામથી ઘેરી લીધો.

અરમાન-કૃતિકાના પુત્રનું નામ ઝૈદ રાખવામાં આવ્યુ છે, જ્યારે પાયલના જોડિયા બાળકોનું નામ તુબા અને અયાન. આ નામો બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો. ટ્રોલર્સ દ્વારા સવાલો ઉઠાવવાનું શરૂકરી દેવામાં આવ્યું હતું કે “હિંદુ બાળકોને મુસ્લિમ નામ શા માટે રાખવામાં આવ્યા છે ?” જો કે, સોશિયલ મીડિયા પર હંગામો થયા બાદ મલિક પરિવારે તેમના બાળકોના નામ બદલી નાખ્યા છે.

યુટ્યુબર અરમાન મલિક અને તેની બે પત્નીઓએ હવે તેમના ત્રણ બાળકોના નામ હિન્દુ રાખવાનો નિર્ણય કર્યો છે. યુટ્યુબરની પહેલી પત્ની પાયલ મલિકે લેટેસ્ટ બ્લોગમાં બાળકોના નામ બદલવાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે રાશિ પ્રમાણે ત્રણેય નવજાત બાળકોના નામ રાખવામાં આવશે.

પાયલ બ્લોગમાં કોલ પર અરમાન મલિકને કહેતી જોવા મળે છે કે તેણે બાળકોને નવું નામ આપ્યું છે. પાયલ કહે છે કે ઝૈદનું નામ P અક્ષર પરથી પડ્યું છે અને તેનું નામ ‘પાર્થ’ રાખવામાં આવશે. અરમાન તરત જ કહે છે કે ઝૈદનું નામ ‘પૃથ્વી’ હશે. બીજી તરફ, પાયલ અરમાનને કહે છે કે તુબાનું નામ હિંદુ રાશિ પ્રમાણે K અક્ષર પરથી લેવામાં આવ્યું છે અને તેઓએ કિયારા અથવા કાશવીમાંથી એક નામ પસંદ કરવું પડશે. અરમાને તુબાનું નામ કિયારા ફાઈનલ કર્યું. હવેથી તુબાને કિયારા અને ઝૈદને પૃથ્વી કહેવામાં આવશે.

Niraj Patel